સતાધાર પાડાપીર નો ઇતિહાસ, મુંબઈ કતલખાના નો કર્યો વિનાશ…..
સતાધાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનાં વિસાવદર શહેરથી ૭ કિલોમીટર દુર દક્ષિણ દિશા તરફ સાસણગીર જવાના રસ્તા પર આંબાઝર નદી કિનારે આવેલું અને સંત આપાગીગાએ સ્થાપેલું રમણીય ધાર્મિક સ્થળ છે. આપા ગીગાનો જન્મ દુનિયાથી દુભાયેલી ગધઇ (એક જ્ઞાતિ ) મહિલાની કુખે થયો હતો. તેના પિતાનું નામ અલીભાઈ અને માતાનું નામ સુરઇ હતુ જે પાછળથી આપા દાનાએ તેનુ નામ લાખુ રાખ્યું હતું જેથી તે એજ નામથી ઓળખાતી હતી. એક સમયે સોરઠમાં ભયંકર દુકાળ પડતા અલીભાઈ, સુરઇને સગર્ભા મુકીને પોતાના ઢોર લઇને દેશાવર ચાલ્યા ગયા હતાં. સુરઇ પોતાના સગાને ત્યાં ચલાળા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં શાપુર ગામે પુત્રનો જન્મ થયો.
પુત્રનુ નામ ગીગો રાખ્યું. મા-દીકરો ચલાળે આવ્યા, પણ દુકાળની થપાટ એવી કારમી હતી કે ચલાળામાં સુરઇના સગાઓએ પણ તેને જોઇને મોઢું મચકોડ્યું હતું. તે સમયે આપા દાના કાળનો સામનો કરવા ચલાળામાં આશ્રમ શરૂ કરેલો. સુરઇ અને ગીગો તેમાં આવીને રહ્યા. આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા-દીકરાએ જીવન દાનબાપુના ચરણે અર્પણ કર્યુ. આમ ધીરે ધીરે સમય પસાર થતો હતો. એક દિવસે ચલાળા પાસેના સરંભડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી. પણ ઈશ્વર ધણીમાં જેને ઓરતા હતા તેવા ગીગાનુ મન સંસારમાં ચોંટ્યુ જ નહીં, એ નિર્લેપતામાંથી સંત આપા ગીગાનો પ્રાદુર્ભાવ થયો.
સત્તાધારમાં આપાગીગા પાડાનો ઇતિહાસ: જયપ્રકાશભાઈ પટેલનું થોડાક સમય પછી અચાનક તેમનું અવસાન થયું હવે તો પાડાને સાચવવાવાળુ કોઈ વધ્યું નહીં, તેથી એ ગામના એકવ્યક્તિએ પાડાને સાવરકુંડલામાં કોઈ એક વ્યક્તિને 500 રૂપિયામાં વેચી દીધો અને એ વ્યક્તિએ પાડાને મુંબઈના ક ત લ ખાનામાં પાંચ હજાર રૂપિયામાં વેચી દીધો.
જ્યારે એ પાડો મુંબઈના ક ત લ ખાને પહોંચે છે, ત્યારે મુંબઈના ક ત લ ખાનાનો માલિક ખૂબજ અચરજ પામે છે,કારણકે તેની આખી જિંદગીમાં આવું કોઈ પશુ ક્યારેય જોયું ન હતું. પાડાને બધા પશુઓની સાથે ગમાણમાં રાખવામાં આવે છે અને તેની ઉપર કર વટ મુકાય છે. જ્યાં પેલી કર વટ મુકાઈ છે અને પાડાથી થોડી દૂર રહે છે, ત્યાં અચાનક જ એ કર વટના કટકા થઈ જાય છે.
માલિકને એમ કે, તે કર વટના મશીનમાં કંઈક ખામી હશે, પછીબીજી કર વટ સજાવી, બીજી કર વટત જ્યાં મુકાઈ છે તો તેના પણ કટકા થઈ જાય છે, થોડીવાર પછી માલિકે ત્રીજી કર વટ મુકાવી પણ આ સમયે તો કર વટ એ રીતે કપાણી કે માલિકને પણ ઈજા થઈ પરંતુ પાડાને કંઇ જ નુકશાન ના થયું.
ક ત લ ખાનાનાં બધા માણસો માલિકને હોસ્પિટલ લઈ જાય છે, એ રાત્રે ક ત લ ખાના માલિકના દીકરાના સપનામાં કોઈ એક સંત ઓલિયો પુરુષ આવે છે અને એને કહે છે કે તમારે ત્યાં અમારી જગ્યાનો પાડો છે એને તમે ગમે તે રીતે તેને અમારી જગ્યાએ પહોંચાડો. ક ત લ ખાનાના માલિકનો દીકરો એના પિતાને વાત કરે છે.
ક ત લ ખાનાનો માલિક પાડાને સાવરકુંડલા મોકલી આપે છે. આ વાતની નોંધ એ સમયના છાપાએ પણ લીધી હતી. હવે તો સાવરકુંડલામાં એ પાડાનું સ્વાગત થાય છે અને ત્યાંથી સતાધાર લાવવામાં આવે છે. જોતજોતામાં આ ચમત્કારિક પાડાની વાત સમગ્ર સાવરકુંડલા અને સતાધાર પંથકમાં ફેલાઈ જાય છે.
તે દિવસ પછી આ ચમત્કારીક પાડો , પાડાપીર તરીકે સતાધાર ના સંતો સાથે જ પૂજાય છે. શ્રાવણ સુદ બીજ અને બુધવાર, તારીખ 21/7/93 ના રોજ સવારે ૬:૩૦ વાગ્યે પાડાપીર રામચરણ પામે છે અને કદાચ આ પ્રથમ એવો કિસ્સો હશે જયારે કોઈ પશુ ના શોકમાં આજુબાજુ નો વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો હોય.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]