રાજ્યમાં ફરી એક મોટા વાવાઝોડાની શક્યતા, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
દિવાળીના તહેવારોમાં તમારા ફટાકડા હવાઈ શકે છે. દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ રહી શકે છે. દિવાળીના તહેવારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ અનુસાર, દિવાળી પર વીજળી સાથે વરસાદની વકી છે.
ધનતેરસથી બેસતા વર્ષ સુધી પલટો રહી શકે છે. તેમણે કહ્યું છે કે, દિવાળી પર વરસાદ પડે તો 2023માં ચોમાસુ સારુ જાય. 2023નું ચોમાસું સારું રહેવાની પણ વકી છે. 2023માં પણ ખેડૂતોને ચોમાસું લાભ કરાવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી ખેડૂતો માટે ખુશીના સમાચાર પણ છે.
તહેવારોમાં પ્રવાસે જનારાઓ માટે અંબાલાલની આગાહી ચેતવી રહી છે. મોટાભાગે દિવાળીના તહેવારોમાં ગુજરાતીઓ પ્રવાસનું પ્લાનિંગ કરતાં હોય છે અને અગાઉથી જ બુકિંગ કરાવી લેતાં હોય છે, ત્યારે પ્રવાસના શોખીન ગુજરાતવાસીઓને સાવધાન કરતી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મોટાભાગે ગુજરાતીઓ દિવાળીની રજાઓમાં અને તહેવારોમાં દક્ષિણ ભારતના પ્રવાસે જવાનું પ્લાનિંગ કરતાં હોય છે, ત્યારે જો ત્યાં વરસાદ પડવાની સંભાવના રહેલી હોય તો પ્રવાસની મજા બગડી શકે છે.
ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર વિદાય લઇ લીધી છે, પરંતુ પાછોતરો વરસાદ હજુ ગુજરાતની ધરાને પાણી-પાણી કરી રહ્યું છે. રાજ્યમાં ચૂંટણીની સિઝન જામી રહી છે ત્યારે વરસાદની ઋુતુ જાણે બદલાવવાનું નામ નથી લઇ રહી. સામાન્ય રીતે હાલના દિવસોમાં ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઇ જતી હોય છે,
ત્યારે લોકો વિચારી રહ્યા છે કે, હજુ વરસાદ જ જવાનું નથી લઇ રહ્યું, ત્યારે ઠંડીનું આગમન ક્યારે થશે. અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઇને પણ આગાહી કરવામાં આવી છે. 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો. 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં કડકડતી ઠંડી પડી શકે છે. અંબાલાલ અનુસાર, ઉત્તર તરફના પવનો ફુંકાય તો વધુ ઠંડી પડે છે. જ્યારે ડિસેમ્બરમાં કાતિલ ઠંડીનો ચમકારો રહવાની સંભાવના છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].