અંબાલાલ પટેલે કરી મેં મહિના માં વરસાદ ની આગાહી
રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ત્રણ દિવસ હાડ થીજવતી ઠંડી સાથે માવઠા પડવાની આશંકા વ્યક્ત કરી છે. તો બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આવતીકાલથી પવનનાં સુસવાટા સાથે ઠંડી વધશે. રાજ્યમાં હાલ માવઠાની કોઇ શક્યતા નથી.
ઠંડી બાદ વાદળ છવાશે
હવામાન વિભાગનાં ડાયરેક્ટ મનોરમા મોહંતીનાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આવતીકાલથી પવનનાં સુસવાટા સાથે ઠંડી વધશે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ઠંડીમાં વધારો થશે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં બેથી ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, રાતનાં તાપમાનમાં કોઇ ફેરફાર થવાની આગાહી નથી. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યુ કે, હાલ ગુજરાતમાં વરસાદની આગાહી નથી. જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 23થી 29 જાન્યુઆરી સુધી માવઠાની આશંકા છે. કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડી શકે છે. જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.
સુસવાટાભેર પવનથી ઠંડી વધશે
આજે અમદાવાદમાં 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલે પણ અમદાવાદ સહિત ગુજરાતમાં લોકો ઠંડીમાં ઠુંઠવાશે. આ સાથે ગાંધીનગરમાં 7.8 ડિગ્રી તાપમાન, નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટાને કારણે ઠંડીમાં વધારો થશે. પવનના કારણે સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થશે. આ સાથે આગાહી કરતા જણાવ્યુ કે, આગામી ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે.
અંબાલાલની માવઠાની આગાહી
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતનાં વાતાવરણ અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, 24, 25, 26 સુધી ગુજરાતમાં કાતિલ ઠંડીનો મારો રહેશે. ડિસેમ્બરથી અત્યાર સુધી ન પડેલી ખરી ઠંડી હવે પડશે. ઉત્તર ગુજરાતના જિલ્લાવાસીઓ સાવધાન રહેજો. બનાસકાંઠા, પાટણ, મહેસાણા માટે આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પારો 10 ડિગ્રીથી પણ નીચે ગગડી શકે છે. જાન્યુઆરીના જતા-જતા ઠંડી અતિરોદ્ર સ્વરૂપ બતાવશે. આ ઉપરાંત તેમણે ઠંડી સાથે માવઠાનો પણ માર રહેશે તેવી આગાહી કરી છે. કાપણી સમયે જ રવિ સિઝન પર સંકટ તોળાઇ રહ્યું છે. અંબાલાલે 23થી 29 જાન્યુઆરી સુધી માવઠાની આશંકા વ્યક્ત કરી છે. કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડી શકે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]