અમરેલી-બગસરા હાઇવે પર જંગલ ના રાજા સિંહની લટાર મારતો વિડિયો થયો વાયરલ…
અમરેલી જિલ્લામાં સિહ લટાર મારતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. બગસરા અમરેલી હાઈવે પર પાણિયા ગામ નજીકનો આ વિડીયો હોવાનું માનવામાં આવે છે. હાઈવે ઉપર રાત્રીના સમયે સિહ લટાર મારતો હોવાનુ વિડીયોમાં જણાય છે. વાહનોની અવર જવર ઓછી હોવાથી સિહ હાઈવે પર આવી ગયો હોવાનું જંગલ ખાતાના અધિકારીઓનુ માનવુ છે. મોટાભાગે હાઈવે પર આવી ચડતા સિહને વાહનચાલકો હેડલાઈટ કે હોર્નથી પરેશાન કરતા હોય છે.
ક્યારેક વાહન ચાલક સિહની પાછળ વાહન દોડાવીને પરેશાન કરતા હોવાની પણ ઘટના બને છે. જો કે આ કિસ્સામાં આવી કોઈ ઘટના બની નથી. છતા જંગલ વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતે તપાસ કરી રહ્યા છે.રાજ્યની શાન એવા સિંહોનો રસ્તા પર લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. અમરેલીના બગસરા હાઇવે પર સિંહની લટાર મારતો વીડિયો વાઇરલ થયો છે. પાણિયા ગામ નજીકનો આ વિડીયો હોવાનું અનુમાન છે.
આ વીડિયોમાં સિંહ આગળ અને વાહન પાછળ જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. વાહનમાં સવાર મુસાફરોએ સિંહ દર્શનનો લાહવો મળ્યો હતો. સિંહની લટાર જાેઈ લોકોએ મોબાઈલમાં વિડીયો કેદ કર્યો હતો.
વિડિઓ જુઓ:
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો “@TV9 Gujarati” નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહે બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]