અમરેલી ના ધારી ગામ માં ગાયો ની પાછળ સિંહ ઘુસ્યો ગામ માં, જુઓ વીડિયો
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના ગુજરાતના અમરેલી જિલ્લાના એક ગામની છે. જ્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. સિંહના હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ગાયોનું શું થયું તે વીડિયોમાં જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે અમરેલી ગુજરાતનો એ જ જિલ્લો છે, જ્યાં જંગલોમાં મોટી સંખ્યામાં સિંહો રહે છે. તેઓ સિંહોના ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ કરે છે.
હાલમાં સોશિયલ મીડિયામાં એક અત્યંત ચોંકાવનાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમેં અત્યાર સુધી સિંહના અનેક વીડિયો વાયરલ થતા જોયા હશે, ત્યારે આ વીડિયો જોઈને થોડીકવાર તો તમારી આંખો ખૂલીને ખુલી જ રહી જશે.
આમ પણ ગીરના સાવજો જ્યારે નજર સમક્ષ આવે તો કેવી હાલત થાય! તેનું વર્ણન શબ્દોમાં કરવાની જરૂર નથી. આ વીડિયો જોઈને પણ તમને એટલો જ ડર લાગશે.
આ વીડિયો જોતાં જ કોઈપણ અચરજ પામી જાય કે સિંહો ગીર અને અમરેલી તેમજ ધારી બાજુના વિસ્તારોમાં વસવાટ કરે છે પરંતુ તેઓ જંગલમાંથી બહાર નીકળીને અવારનવાર ગામોમાં શિકાર માટે આવે છે, આ કોઈ પહેલી ઘટના નથી કે સિંહો આવી રીતે ગામોમાં ઘુસ્યા હોય પરંતુ આ ઘટના પરથી એ જોઈ શકાય કંઈ રીતે સિંહ શિકારને પકડે છે.
જુઓ વીડિયો :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @TV9 Gujarati નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહ એ બધાના દિલ હચમચાવી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]