અમરેલી ના સાવરકુંડલા માં જોવા મળ્યો સિંહ, જુઓ CCTV નો વિડિઓ
જો કે સિંહોનું ઘર જંગલ છે, પરંતુ જ્યારે માનવી તેમના ઘરમાં પ્રવેશવા લાગે છે ત્યારે સિંહોનું શહેરો કે ગામડાઓમાં આવવું અનિવાર્ય બની જાય છે. આવો જ એક નજારો ગુજરાતના અમરેલીમાં સાવરકુંડલા રોડ પર અલગ જ નજારો જોવા મળ્યો હતો, જ્યાં એક સિંહ અચાનક જ સામે સામે આવી જય છે
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે સિંહ રક્ષિત વિસ્તાર સિવાયના વિસ્તારમાં પણ જોવા મળે છે. ગીર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આંટાફેરાના બનાવોમાં પણ વધારો થયો છે. સિંહને ‘જંગલનો રાજા’ કહેવામાં આવે છે. એકવાર તે તેના શિકારને જોયા પછી, તેમાંથી બચવું લગભગ અશક્ય છે.
સાવરકુંડલાના આંબરડી ગામમાં સિંહોની લટાર
સાવરકુંડલાના આંબરડી ગામની બજારમાં સિંહો જોવા મળતા ફફડાટ ફેલાયો હતો. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. બે બચ્ચાં સાથે એક સિંહણ શિકારની શોધમાં ગામની અંદર આવી ચડી હતી. સિંહણના આવવાથી ગામની શાક માર્કેટ સામે આરામ ફરમાવી રહેલ રેઢિયાળ પશુઓના ટોળામાં ભાગ દોડ મચી ગઈ હતી. વહેલી સવારે પોણા પાંચ વાગ્યે બનેલ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. નોંધનિય છે કે, આંબરડી ગામે સિંહો અવાર નવાર ગામમાં ઘૂસી આવી પશુઓનો શિકાર કરે છે. તો બીજી તરફ જાણકાર લોકોનું કહેવું છે કે, જંગલમાં શિકાર ઓછો મળતો હોવાથી સિંહ ગામ તરફ આવવા લાગ્યા છે.
જુઓ આ વિડીયો –
https://twitter.com/abpasmitatv/status/1539211604960907265?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1539211604960907265%7Ctwgr%5E7dc4e3886c57164d4ad44ba8783607531f995537%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fgujarati.abplive.com%2Fnews%2Fgujarat%2Flion-video-from-alidar-village-in-kodinar-taluka-of-gir-somnath-district-goes-viral-780444
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”abp asmita” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ગામ માં સિંહ આવી ને શિકાર કરી જાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]