બીપારજોય ના કારણે રાજસ્થનમાં વરસાદ નાકારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી-જુઓ વિડિઓ ..
રાજસ્થાનમાં બિપરજોયે તબાહી મચાવી છે. રાજસ્થાનના અનેક સ્થળોમાં જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. રવિવારે રાજસ્થાનના બાડમેર જિલ્લાના કેટલાક ભાગોમાં બિપરજોયના પ્રભાવ હેઠળ ભારે વરસાદ થયો. અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાયું હતું. જેના કારણે વાહન વ્યવહાર પર અસર થઈ હતી. એટલું જ નહીં હોસ્પિટલોમાં વૉર્ડ સુધી પાણી ભરાઈ ગયું હતું. તો ઝાલોર અને સિરોહીમાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો છે. બાડમેરમાં પિંડવારા, આબુ રોડ અને રાવદારમાં આવેલ ડેમોમાં ભારે પાણીની આવક થઈ છે. રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે ટ્રેન સેવા પર પણ અસર થઈ છે. ગુજરાતની 11 ટ્રેન બે દિવસ માટે કેન્સલ કરવામાં આવી છે. જ્યારે ત્રણ ટ્રેનના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને હવામાન વિભાગે આગામી ૧૫થી ૨૦ કલાક અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
બાડમેર અને સિરોહીમાં પણ છેલ્લા 36 કલાકથી પડી રહેલા વરસાદને કારણે શહેરોમાં નદીઓની જેમ પાણી વહી રહ્યા છે. જાલોર, સિરોહી, બાડમેરમાં રવિવારે સવારે પણ વરસાદ પડી રહ્યો છે. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં અત્યાર સુધીમાં 10 થી 13 ઇંચ (એક ફૂટ) વરસાદ નોંધાયો છે. બિપરજૉય વાવાઝોડાને કારણે સાંચોર સહિત આસપાસના વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે.ગુજરાત બાજુથી અહીં બનેલા સુરવા ડેમમાં પાણી સતત આવી રહ્યું હતું. શનિવારની મોડી રાત્રે વધુ પાણી ભરાતા ડેમ તૂટી ગયો હતો.
ડેમનું પાણી સાંચોર તરફ આગળ વધી રહ્યું છે. શહેરમાં અચાનક પાણી આવવાની માહિતી મળતાં લોકોએ બપોરે 2 વાગ્યાથી બજારમાં પોતાની દુકાનો ખાલી કરવાનું શરૂ કરી દીધું હતું. નીચાણવાળા વિસ્તારોના લોકોને પણ સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. સુરવાથી હડેતર થઈને પાણી જાજુસણ પહોંચ્યું હતું. ત્યારબાદ આગળ બની રહેલો ભારતમાલા એક્સપ્રેસ વે રાત્રે 4 વાગે સાંચોર તરફ આગળ વધ્યો હતો. નર્મદા કેનાલની સાંચોર લિફ્ટ કેનાલ પણ વધુ પાણી આવતાં તૂટી ગઈ છે.
જુઓ વિડિઓ
View this post on Instagram
જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]