ચોટીલા પાસે દેખાણો ગીર નો કેસરી, સિંહનો વીડિયો થયો વાયરલ…
ગીરના સિંહો હવે પોતાની હદ વટાવી રહ્યાં છે. ગીરના સિંહો હવે જંગલ છોડીને રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે તેવા કિસ્સાઓ રોજ બને છે. પણ ગીરના વનરાજાઓએ હવે દૂરના વિસ્તારોમાં પણ ભ્રમણ કરતા જોવા મળી રહ્યાં છે. કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે ચોટીલામાં સિંહ દેખાશે. ત્યારે બધાના આશ્ચર્ય વચ્ચે ચોટીલા પંથકમાં સિંહો પહોંચ્યા છે. ચોટીલામાં સિંહનો વીડિયો (lion Video) દેખા દેતા ખેડૂતો તથા લોકો ચિંતાતુર બન્યા છે. તો બીજી તરફ વનવિભાગે પણ ચોટીલામાં સિંહ આવ્યા હોવાની પુષ્ટિ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પંથકમાં સિંહની એન્ટ્રી થઈ છે. ચોટીલાના ઢેઢુકી ગામે સિંહ જોવા મળ્યો છે. અહીં સિંહોએ પશુઓના મારણ પણ કર્યા હતા. તો ચોટીલા પંથકમાં સિંહ આવ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. તો બીજી તરફ, ખેડૂતો અને રાહદારીઓમાં સિંહનો ડર જોવા મળ્યો છે. હજી બે દિવસ પહેલાં જ જસદણ પંથકમાં સિંહ આવ્યો હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારે ચોટીલા પંથક દિપડા અને સિંહની હાજરીથી લોકોમાં અચરજ છવાયું છે. ખેડૂતો ખેતરવાડીમાં જતા ગભરાઈ રહ્યાં છે.
વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક બાદ એક એમ બે સિંહો ચોટીલા પંથકમાં વિહાર કરી રહ્યાં છે. આ વીડિયો કોઈ રહેણાંક વિસ્તારનો નથી, પરંતુ પહાડી વિસ્તારનો છે, જ્યાં સિંહો આવી ચઢ્યા છે. આ વીડિયોને પગલે વનવિભાગે તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ, વનવિભાગની સાથે ચોટીલાવાસીઓમાં હરખ પણ જોવા મળ્યો છે. આ વિસ્તારમાં વર્ષો પહેલા સિંહોનો વસવાટ હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સિંહો અહી જોવા મળતા ન હતા. તેથી હવે આ પંથકમાં સિંહો આવી ચઢતા ચોટીલાવાસીઓ તેઓને જોવા હરખઘેલા થયા છે. સુરેન્દ્રનગર વનવિભાગે લોકોને અપીલ કરીને રેન્જ ફોરેસ્ટ ઓફિસર- ચોટીલા રેન્જ અને રાઉન્ડ ફોરેસ્ટ ડાક વડલા- ચોટીલા રેન્જને જાણ કરવા અપીલ કરી છે.
વિડિઓ જુઓ:
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો “@News18 Gujarati” નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહે બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]