કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર: ગુજરાતમાં આ તારીખથી પડશે ભારે વરસાદ
રાજ્યવાસીઓ માટે સારા સમાચાર છે.ચોમાસુ સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાત પહોચી ગયુ હોવાની માહિતી હવામાન વિભાગે આપી છે. જેના પગલે રાજ્યવાસીઓને ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી ચોમાસુ પહોંચ્યુ છે. તો આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
આગામી 24 કલાક રાજ્યમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે છૂટો છવાયો વરસાદ રહેશે. તો આગામી 17 જુનથી પુનઃ વરસાદ આવશે. રાજ્યમાં અત્યાર સુધી પ્રિ મોનસૂન એક્ટિવિટી રહેતી હતી. તે હવે ચોમાસામાં પરિણમી છે. જેના કારણે હવે રાજયના વિવિધ વિસ્તારોમાં કોઈપણ સમયે છૂટો છવાયો વરસાદ આવી શકે છે. તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના નકારી શકાય નહિ તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું હતું.
ચાલુ વર્ષે ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જેના કારણે ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. જે બાદ વાતાવરણમાં પલટો આવતા અને વરસાદી ઝાપટા આવતા ગરમી હાલ ઘટી છે. મળતી માહિતી પ્રમાણે ગતકાલે 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. હવે ચોમાસુ બેસતા હજુ બે ડિગ્રી તાપમાન ઘટી શકે છે. જેના કારણે લોકોને ગરમીમાં રાહત મળી શકશે. જોકે બફારાને કારણે લોકોને સામાન્ય ગરમીનો અહેસાસ થઈ શકે છે.
ગુજરાત માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય છે આગામી 16 અને 17 તારીખે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ચોમાસુ સમગ્ર રાજ્યમાં પહોંચશે. ચોમાસાનું ગુજરાતમાં આગમન થતા જ અનેક વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો છે. જેના પગલે રાજ્યવાસીઓને ગરમીમાંથી રાહત મળશે. સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]