સોમનાથ ના ગીર ગઢડા માં એક સાથે જોવા મળ્યું ૧૧ સિંહ નું ટોળું, જુઓ વિડિઓ

સોમનાથ ના ગીર ગઢડા માં એક સાથે જોવા મળ્યું ૧૧ સિંહ નું ટોળું, જુઓ વિડિઓ

સિંહને સૌથી ખતરનાક પ્રાણી માનવામાં આવે છે, તેની શક્તિ અને બુદ્ધિમત્તાને જોતા તેને જંગલનો રાજા પણ કહેવામાં આવે છે. સિંહની સામે આવવાથી અન્ય કોઈ પ્રાણી છટકી જતું રહે છે. ક્યારેક જંગલમાં ફરવા ગયેલા લોકોની નજીક સિંહ આવે છે અને તેને જોઈને બધા ગભરાઈ જાય છે.

ગીર જંગલની આસપાસના ગામડાઓમાં સિંહો અવારનવાર રાત્રીના સમયે આવીને પશુઓનો શિકાર કરે છે. પરંતુ આ પ્રકાર ના વિડિઓ ગામ માં લાગેલા સીસીટીવી માં કે ફોન ના કેમેરા માં અવારનવાર વિડિઓ રેકોર્ડિંગ સામે આવે છે વાયરલ વિડિઓ માં તમે જોઈ શકો છો કે સોમનાથ ના એક ગામ માં સિંહ ઘુસી આવ્યો છે

ગીર ગઢડાના ખિલાવડ રોડ પર એક સાથે 11 સિંહ દેખાયા હતા

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં એક સાથે 11 સિંહો રોડ પર લટાર મારતા દેખાયા હતા. આ 11 સિંહોના ટોળામાં સિંહણ અને સિંહબાળ પણ સામેલ હતા.મોડી રાત્રે એક સાથે 11 સિંહોનું ટોળું રોડ પર આવતા અમુક સમય માટે વાહનવ્યવહાર થંભી ગયો હતો. આ વિડીયો ક્યાંનો છે એ સ્પષ્ટ થઇ શક્યું નથી, પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો ગીર ગઢડાના ખિલાવડ રોડ પરનો છે. એક સાથે 11 સિંહ આવતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો અને ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. આ વિડિઓ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.

જુઓ આ વિડીયો 

 

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”abp asmita” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ગામ માં સિંહ આવી ને શિકાર કરી જાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *