જૂનાગઢના માંગરોળ ગામ માં સિંહ અથડાયો બાઈક સાથે, જુઓ વિડિઓ
જંગલના રાજા સિંહ વારંવાર જંગલ છોડીને ગામડાના વિસ્તારોમાં આંટા ફેરા મારતા નજરે જોવા મળે છે. અને ઘણીવાર તો ખેતરોમાં પણ ખેતર ના માલિક હોય તેની જેમ આરામ ફરમાવી રહ્યા હોય છે. અત્યારે તો સોશિયલ મીડિયા પર સિંહ ના ઘણા વિડિઓ અને ફોટાઓ વાયરલ થતા હોય છે. કારણ કે સિંહ એક એવું પ્રાણી છે જેના થી લોકો માં પોતાનો જીવ ગુમાવા નો ઘણો ડર રહે છે.
પરંતુ સિંહ માનવતા દાખવીને ક્યારેય માણસો પર હુમલો કરતો નથી. અને સિંહ ને પણ તેનો જીવ વહાલો હોય છે તે પણ પોતાને બચવા માટે જ માણસો પર હુમલો કરતા હોય છે, અને કયારેક તે ભૂખ્યો હોય ત્યારે તેની સામે કોણ ઊભું છે તેનો પણ ખ્યાલ રાખતો નથી. હાલ માં જ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા મકતુપુર ગામમાં સિંહના આંટાફેરા મારતા લોકોમાં અફડા તફડી નો માહોલ બની ગયો છે.
આ ગામ દરિયાકિનારાની ખૂબ જ નજીક આવ્યું છે. સિંહ નો એક પરિવાર આ ગામની નજીક વિખૂટો પડી ગયા હોવાની જાણ મળી છે. તે વારંવાર ગામડા ના ખેતર વિસ્તારોમાં પણ જોવા મળ્યા છે. એવામાં ગામના સીમમાંથી પસાર થતા એક રોડ પર વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા એવા સમય દરમ્યાન સિંહ અચાનક ખેતરમાંથી આવીને રોડને ઓળંગવાની કોશિશ કરી રહ્યો હતો.
સિંહનો રસ્તો ઓળંગવો અને બાઈકચાલકનું ત્યાંથી પસાર થવું બંને નો સમય એક જ હતો. બાઈક ચાલકની સામે અચાનક જ સિંહ આવી જતા ઘડીક તો એના મોતિય મારી ગયા હતા પરતું સિંહે કશું જ કર્યું નોહતું.. સિંહ પણ ભૂલથી જ આ બાઈક ચાલક સાથે અથડાયો હોઈ તેવું લાગી રહ્યું છે.
કારણ કે અથડાયા બાદ પણ તે ત્યાં ઉભો રેહતો નથી પરતું ત્યાંથી તરત જ ચાલતી પકડે છે. આ તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થઇ જતા આ વિડીયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. સિંહ સાથે બાઈક અથડાતા જ બાઈક સવાર હાફળો ફાફલો થઇ ગયો હતો. કારણ કે તેણે સપનામાં પણ નહી વિચાર્યું હોઈ કે સિંહને આટલો નજીકથી જોવાનો વારો આવશે.
ખરેખર આ દ્રશ્ય જે કોઈ વ્યક્તિએ પોતાની નજર સામે જોયું હોઈ તે વ્યક્તિને ખુબ જ ડર લાગે કારણ કે સિંહને આટલે નજીકથી કૈક જુદા જ અંદાજમાં જુવો ખુબ જ અઘરી બાબત છે. બાઈક અથડાતા જ બાઈકચાલક નીચે પડી ગયો હતો. જયારે તેની આગળની બાઈકચાલકે આ તમામ દ્રશ્યોને તેના સ્માર્ટફોનના કેમેરામાં કેદ કરી લીધા હતા.
વિડિઓ જુઓ:
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો “@SatyaNirbhay News Channel ” નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહ છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]