કિર્તીદાનના ડાયરામાં પ્રખ્યાત થયેલા કમા નું ઇન્ટરવ્યૂ, જુઓ વિડિઓ માં કમા એ શું કીધું
કમલેશ ઉર્ફે કમો કિર્તીદાન ના ડાયરામાં ડાન્સ કરવાને કારણે પ્રસિદ્ધ થઈ ગયો છે. પુરા ગુજરાતમાં તેની ખૂબ જ વાહવાહી કરાઈ રહી છે. ખૂબ જ વખાણ પણ કરવામાં આવી રહ્યા છે. તેવા સમયમાં વિજયભાઈ જોટવા જેવો પોતે એક પત્રકાર છે. તેમણે થોડાક સમય પહેલા કમાનું ઇન્ટરવ્યૂ લીધું હતું.
તેઓ કમાનો ઇન્ટરવ્યૂ લેવા માટે કોઠારીયા ગામમાં ગયા હતા. કારણ કે કમો મૂળ કોઠારીયા ગામનો છે. વિજયભાઈ જોટવાને જોઈને કમો પણ ખૂબ જ ખુશ થઈ ગયો હતો. ત્યારબાદ વિજયભાઈએ તેને કેટલાક સવાલ કર્યા અને કમાએ તેના ખુબ સરસ જવાબ પણ આપ્યા.
કમાએ જણાવ્યું કે તે અહીંયા ઘણા સમયથી આશ્રમમાં આવી રહ્યો છે. તેને કિર્તીદાન ગઢવી નું ગીત ઘરે જવું ગમતું નથી ખૂબ જ પસંદ છે. તેને તે ગીત ઉપર ડાન્સ કરવાનું ખૂબ જ ગમે છે. આ ઉપરાંત તે આશ્રમ તરફથી એ પણ જણાવવામાં આવ્યુ કે કમો નાનપણથી બાપુ ની સેવા કરવા માટે આશ્રમ ની અંદર આવે છે. અને બાપુ ત્યારે તેને થોડાક છુટા રૂપિયા આપી દેતા અને થોડું ખાવાનું અહીંયા આપી દેતા એટલે કમા ને અહીંયા પ્રત્યે ખૂબ જ લાગણી છે.
જ્યારે કમાએ પણ કહ્યું કે અત્યારે તે કંઈ કામ કરતો નથી તે માત્ર બાપુની સેવા કરે છે. મજા કરે છે એવું કમાએ કહ્યું સાથે કમાએ પણ કહ્યું કે તેના આશ્રમમાં રહેવું ખૂબ જ ગમે છે. આશ્રમમાં કમાને સાચવનારાએ પણ કહ્યું કે સામાન્ય રીતે કમો તો અહીંયા ગીરીબાપુ ની કથા થઈ હતી.
આ મોરારીબાપુની કથા થઈ હતી. એ તમામ કથાની અંદર આવેલો હતો. તેને કથા સાંભળવી પણ ખૂબ ગમે છે. આજે કમો જ્યારે પુરા ગુજરાત ઘરની અંદર પ્રસિદ્ધ થઈ રહ્યો છે. ત્યારે તે લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હોય તેવું લાગે છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @vijay jotva journalist નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].