ખાંભા ગીરના ઉના રોડ પર સિંહ અને બળદ સામસામે આવ્યા,જુઓ video….

ખાંભા ગીરના ઉના રોડ પર સિંહ અને બળદ સામસામે આવ્યા,જુઓ video….

ગીરના જંગલનો રાજા માનવીની વસાહતોમાં આવી ચડતો હોવાના બનાવ અવારનવાર સામે આવે છે. ત્યારે સિંહ કોઈ પશુનો શિકાર કરતો હોવાના બનાવ બનતા હોય છે. પરંતુ અમરેલી ખાંભા વચ્ચે ગીરના ઉના રોડ પર એક સિહ રોડની સાઈડમાં બેઠો હતો. જ્યારે તેની સામે જ એક બળદ ઊભા હતો.

સિંહ ગમે ત્યારે તરાપ મારીને બળદના રામ રમાડી દેશે એવા હાજર લોકોને શંકા હતી. જો કે આજે સિંહનો મૂડ શિકાર કરવાનો ન હતો. તેણે રોડ પર પસાર થતાં બળદને જવા દીધો હતો. હાજર લોકો તેનો વીડિયો ઉતાર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

લોકોએ સિંહ અને બળદને જોવા રોડ પર રોકાઈ ગયા

અમરેલી ખાંભા ગીરના ઉના રોડ પર સિંહ અને બળદ સામસામે આવી ગયાનો બનાવ સામે આવ્યો છે. સ્ટેટ હાઈવે પર સિંહ અને બળદ સામસામે આવી જતા બંનેને જોવા રોડ પર વાહનચાલકો રોકાઈ ગયા હતા. શિકારી અને શિકાર આમને સામને હતા છતાં લોકોની ધારણા મુજબનું કંઈ થયું ન હતું. વનરાજ પણ આરામ જ ફરમાવવાનું વધારે યોગ્ય માનીને પોતાની જગ્યા છોડી જ ન હતી. ઉપરથી શિકાર તરફથી પોતાનું મોઢું ફેરવી લીધું હતું.

વિડિઓ જુઓ:

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @CITY WATCH NEWS નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહ બધાના દિલ હચમચાવી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

kavya krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *