મચ્છુ જળ હોનારત, અમેરિકાથી ફોન આવ્યો ને ગુજરાત જાગ્યું
મોરબીના લોકો 11 ઓગસ્ટને ક્યારેય ભૂલી શકશે નહીં. મોરબીમાં 11 ઓગસ્ટ, 1979ના દિવસે મચ્છુ જળ હોનારત સર્જાઈ હતી. આજે આ ઘટનાને 42 વર્ષ પૂરા થયા છે. ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી. આજે 42 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ હોનારતની તારીખ આવતા લોકોની આંખમાં આસુ આવી જાય છે. મોરબીમાં દર વર્ષે આ દિવસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવે છે.
ઉંઘતા ભારતના દિલ્હીમાં અમેરિકાથી ફોન આવે છે કે, ગુજરાતની મચ્છુ નદીનો ડેમ તુટ્યો છે અને વિનાશ વેરી રહ્યો છે. ત્યારે જાગેલું તંત્ર અને એ વખતે હાજર લોકો આજે પણ એ કાળાદિવસને યાદ કરતા કંપી ઉઠે છે. હા આજથી બરાબર 41 વર્ષ પહેલા 11મી ઓગસ્ટ 1979માં મચ્છુ નદીની હોનારતે મોરબીને વેરાન કરી દીધુ હતુ. અમેરિકાની સેટેલાઈટ થ્રુ મોરબીમાં જળહોનારતની માહિતી મળી હતી.
તે દિવસે મોરબીમાં સામાન્ય જનજીવન હતું, પરંતુ ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મરછુ-૨ ડેમ તૂટવા ની સાથેજ મોરબીમાં મોતનું તાંડવ થયું હતું. મરછુ ડેમના રાક્ષસી કાળના પાણીના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટક્યા હતા. એ સાથે મોરબી તબાહ થઇ ગયું હતું. ઘણા લોકોને તો બચવાની તક મળી ન હતી.મકાનો, મોટી મોટી ઈમારતોને મરછુના પુરે એક જાટકે તહસ નહસ કરી દીધા હતા.
જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મરછુના પુરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે બચી ગયેલા લોકોને ઉંચાઈ વળી જગ્યાએ પહોંચ્યા ત્યાં પણ ,મચ્છુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટયા હતા.
આ ઘટના એટલી દુ:ખદ હતી કે સ્થાનીકો આજે પણ ભુલી શક્યા નથી. હોનારતમાં મૃત્યુ પામેલા લોકોને સ્થાનિકો દર વર્ષે શ્રદ્ધાંજલી આપે છે. છેલ્લા 42 વર્ષથી મૌન રેલી કાઢે છે. સ્મૃતિ સ્તંભ પાસે પહોંચી પોતાના સ્વજનોને યાદ કરે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]