માતાના હાથમાંથી માસૂમ બાળકને ઝુંટવી ગઈ સિંહણ, ખોફનાક ઘટના, જુઓ વિડિયો…
અમરેલીમાં સિંહ જેવા વન્ય પ્રાણીઓનો ખતરો યથાવત છે. અહીં લોકો સિંહના આતંકના છાયામાં જીવી રહ્યા છે. સાવરકુંડલાના ઘનશ્યામ નગર સીમ વિસ્તારમાં આજે પણ સિંહોનો આતંક જોવા મળી રહ્યો છે. સિંહે 7 વર્ષના બાળક પર હુમલો કર્યો છે. જેમાં બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. રાજુલા હોસ્પિટલ પહોંચતા બાળકનું મોત નીપજ્યું હતું. અગાઉ પણ અહીંના સીમ વિસ્તારમાં એક બાળકનો શિકાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. શિયાળાની ઋતુમાં વન્ય પ્રાણીઓના આતંકથી ખેતીકામ કરતા મજૂરોમાં ભયનો માહોલ સર્જાયો છે. 15 દિવસ પહેલા આ ગામમાંથી વનવિભાગે સિંહ અને દીપડાને પાંજરામાં મુક્યા હતા. વધુ એક સિંહણ હિંસક હોવાના સમાચારે લોકોમાં હલચલ મચાવી દીધી છે.
સિંહોના હુમલાના બનાવો વધ્યા
આપને જણાવી દઈએ કે સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં થોડા દિવસોમાં સિંહોના હુમલાની બે ઘટનાઓ સામે આવી છે. આજે એક સિંહે ખેડૂત પરિવારના સાત વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બાળકને સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
વન વિભાગે સિંહણને પાંજરામાં પુરવાનો પ્રયાસ કર્યો હતો
આ ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ધારી ગીર ફોરેસ્ટ ડીવીઝનના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ વન વિભાગ સાવરકુંડલા રેન્જને કડક સુચના જારી કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જુદી જુદી દિશામાં તપાસ કરી પાંજરૂ મુકવાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં 15 દિવસ પહેલા અહીં એક 3 વર્ષના બાળક પર સિંહણ દ્વારા હુમલો કરી તેનું મોત નીપજ્યું હતું ત્યારે આજે વધુ એક બાળકનું મોત નીપજ્યું છે જેના કારણે વધુ ભયનો માહોલ સર્જાયો છે.
2 દિવસ પહેલા એક સિંહણએ વીજચોરોનો પીછો કર્યો હતો
નોંધનીય છે કે 2 દિવસ પહેલા ઘનશ્યામ નગર વિસ્તારમાં PGVCL વિભાગના કર્મચારીઓ ખેતીવાડીમાં કામ કરી રહ્યા હતા ત્યારે એક સિંહણ તેમની પાછળ દોડી આવી હતી અને તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
જુઓ વીડિયો:
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @JAYESH THAKRAR OFFICIALનામના યૂટ્યૂબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહણે બધા ને હચમચાવી દીધા છે . આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]