રાજુલાના એક ગામમાં મધરાતે 5 સિંહોનું ટોળું ઘૂસી આવ્યું, લોકો માં ફેલાયો ભય નો માહોલ, જુઓ વિડિયો…
ગુજરાતીમાં એક કહેવત છે કે સિંહના ટોળા ના હોય. પણ રાજુલાના રામપરા ગામમાં મધરાતે સિંહનું ટોળુ ઘૂસી આવ્યું હતું. ગઇ મોડી રાતે 5 સિંહના ટોળાએ ગામની શેરીઓમાં લટાર મારતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. સિંહોની લટારનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે સિંહ રક્ષિત વિસ્તાર સિવાયના વિસ્તારમાં પણ જોવા મળે છે. ગીર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આંટાફેરાના બનાવોમાં પણ વધારો થયો છે. ત્યારે નાના એવા ગામમાં મધરાતે 5 સિંહો આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
વીડિયો વાયરલ
5 સિંહોની લટાર કોઇએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી, જેનો વીડિયો વાઇરલ થયો છે. ગામમાં જેટલો સમય સિંહ રહ્યા ત્યાં સુધી ગામ લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. સિંહોના ગયા બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વિડિઓ જુઓ:
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો “@Birds and Nature of Gujarat” નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહના ટોળા એ બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]