ફેમસ કથાકાર જીગ્નેશ દાદા ના પરિવાર ની તસવીરો…….

ફેમસ કથાકાર જીગ્નેશ દાદા ના પરિવાર ની તસવીરો…….

ગુજરાતમાં પ્રખ્યાત અને નામાંકિત કથાકારો વિશે તમે જાણતા જ હશો, ત્યારે ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ ધરાવતા કથાકાર એવા જીગ્નેશ દાદા કે જેઓ દેશ-વિદેશમાં ખૂબ જ ભાવથી તેમના મધુર સ્વરે ભાગવત સપ્તાહ નું જ્ઞાન પીરસે છે ત્યારે તેમણે ગુજરાતની અંદર યુવાનોને પણ ભક્તિનો રંગ લગાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે. આજે લોકો સોશિયલ મીડિયાનમાધ્યમથી જીગ્નેશ દાદા કથા પ્રસારણ નિહાળે છે. અને તેમના અલગ અલગ સુવિચારો પણ મોબાઇલના માધ્યમથી જોતા હોય છે.

ત્યારે વાત કરીએ તો તેમણે ખૂબ જ નાની ઉંમરમાં ગીત ગાવાનું શરૂ કર્યું હતું. તેમનો શોખ જ ભજન અને ગીત ગાવાનો હતો. જીગ્નેશ દાદા નો જન્મ 25 માર્ચ 1986 ના રોજ તેમના વતન એવા અમરેલી જિલ્લાના કેરીયાચાડ ગામ ની અંદર થયો હતો તેમના પિતાનું નામ શંકરભાઈ છે અને તેમની માતાનું નામ જયાબેન છે. તેમને એક બહેન પણ છે.

ત્યારે આપણે તેના બાળપણ વિશે વાત કરીશું તો જીગ્નેશ દાદા રાધે રાધે ના પરિવારમાં તેમના પિતા માતા અને તેમની એક બહેન પણ છે અને તેમના પરિવારની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. જેના લીધે તેઓ રાજુલાની પાસે આવે જાફરાબાદ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું તેમણે એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. પરંતુ તેમનો રસ કથાનું જ્ઞાન અને ભજન ગાવા માં હોવાથી તેમણે ભણવાનું છોડી દીધું નવાઈની વાત તો એ છે કે તેમણે અમરેલીમાં એક કૉલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે ફરજ પણ બજાવી ચૂક્યા છે.

ત્યારે તેમણે સંસ્કૃતનું જ્ઞાન દ્વારકા ની અંદર લીધેલું છે જીગ્નેશ દાદા સુરતની અંદર પણ ઘણા બધા કથાના આયોજન માં તેમણે ભાગવત સપ્તાહ નું જ્ઞાન પીરસી છે. ત્યારે લોકો નું કહેવું છે કે તેમણે યુવાનોને ભજન સાંભળતા કરી દીધા છે. થોડા સમય પહેલા જીગ્નેશ દાદાના ઘણા લોકોએ બદનામ કરવાની કોશિશ પણ કરી હતી.

પરંતુ તેમાં લોકો સફળ બનાવ્યા અને જીગ્નેશ દાદા હાલ સુરતની અંદર સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા ત્યારે વારંવાર તેઓ સુરતની અંદર કથાનું આયોજન કરી ભાગવત સપ્તાહ જ્ઞાન લોકો સુધી પહોંચાડે છે. તેમના જીવનની સૌથી પહેલી કથા પોતાના ગામ એટલે કે કેરીયાચાડ માં ખૂબ જ નાની એવી હોય એટલે કે 16 વર્ષની ઉંમરે કરી હતી .જેમાં ગામના અને આજુબાજુના ગામના લોકોએ તેમની કથા નિહાળી હતી અને તેમણે લોકોને જ્ઞાન પીરસ્યો હતો.

તેઓએ ખૂબ જ ઓછા સમયમાં ખૂબ મોટું નામ કર્યું છે તેમના ભજનો પણ આખા ગુજરાત ની અંદર લોકોને પ્રિય બન્યા છે. તેરે એક ગીત એવું કે દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે. આ ભજનને તો લોકોના દિલ જીત્યા છે ને વિશ્વના દરેક ખૂણે ખૂણે રહી જીગ્નેશ દાદા સૌ લોકોનું દિલ જીતી લીધું. ત્યારે બીજું એક ગીત તાળી પાડો તો મારા નામની ત્યારબાદ દ્વારિકા નો નાથ, બધી માયા મૂડી આવા અનેક ભજનો સાંભળીને મનને શાંતિ મળે છે અને આ બધા જ ભજનો ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લોકો માટે લોકપ્રિય બન્યા છે.

વિશેષ વાત કરીએ તો સૌથી વધારે વખત જીગનેશ દાદા ની કથાઓ પરિચય અને હાલ અત્યાર સુધીમાં ૧૫૦થી વધારે વાર પણ મળી ચુક્યા છે જ્યારે જીગ્નેશ દાદા તેમનો મધુર અવાજે ભાગવત સપ્તાહ નું જ્ઞાન પીરસે છે. ત્યારે કથામંડપમાં યુવાનો પણ બહોળી સંખ્યામાં જોવા મળે છે અને તેમની કથાનો લાભ લે છે. આ કથાકાર નું નામ હાલમાં જીગ્નેશ દાદા રાધે રાધે તરીકે ઓળખાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *