સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો કારણ અને આજનો ભાવ…
વૈશ્વિક સ્તર પર સોના-ચાંદીના ભાવમાં ઘટાડા વચ્ચે ઝવેરી ખરીદી નરમ પડવાથી આજે રાજધાની દિલ્હીના બુલિયન બજારમાં સોનું 140 રૂપિયા નીચે ઉતરી 32,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. ઔદ્યોગિક એકમો નરમ પડવાથી ચાંદી પણ 150 રૂપિયા નીચે ઉતરી 41,350 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે.
વિશ્વની અન્ય પ્રમુખ કરન્સીના બાસ્કેટમાં ડૉલરના બે સપ્તાહના ઉચ્ચત્તમ સ્તર પર ભાવ પહોંચ્યા બાદ પીળી ધાતુ પર દબાણ વધ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં લંડનમાં અત્યારે સોનું 5.55 ડૉલર નીચે ઉતરી 1,330.15 ડૉલર પ્રતિ ઔસ પર આવી ગયો છે. જૂનનો અમેરિકન સોનાનો વાયદો પણ 6.1 ડૉલર નીચે ઉતરી 1,332.20 ડૉલર પ્રતિ ઔસ બોલાઈ રહ્યો છે. ચાંદી પણ 0.10 ડૉલરના પતનની સાથે 16.98 ડૉલર પ્રતિ ઔસ પર આવી ગયો છે. વેપારીઓએ જણાવ્યું કે વૈશ્વિક દબાણ અને સોનાની ઉંચી કિંમતને કારણે રિટેલ ઝવેરાતી માંગ નબળી પડી ગઇ છે, જેને કારણે સોનાના ભાવ લુઢકી ગયા છે.
15મી અેપ્રિલ અાસપાસ અા હતી સ્થિતિ
પશ્ચિમ એશિયામાં તણાવ વધતાં સોના-ચાંદીના ભાવોમાં ઉછાળો આવ્યો છે. વૈશ્વિક સ્તર પર આવેલી તેજી અને સ્થાનીક ઘરેણા નિર્માતાઓની વધેલી માગથી શરાફ બજારમાં સોનું 300 રૂપિયા મજબૂત થઈને 32 હજાર 100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે.
ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતાઓની માંગને પગલે ચાંદી પણ 250 રૂપિયાની તેજી સાથે 40 હાજર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. કારોબારીઓએ જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં તનાવ વધતાં સુરક્ષિત રોકાણ રૂપે વૈશ્વિક સ્તર પર સોનાની માંગ વધી છે. આ સાથે સ્થાનીક સ્તર પર રીટેલ માગની પૂર્તિ માટે ઘરેણાં નિર્માતાઓની માગ વધવાથી પણ સોનાના ભાવમાં તેજી આવી છે.
જાન્યુઅારી મહિનામાં સોના અને ચાંદીનું બજાર
મજબૂત વૈશ્વિક સંકેતોને પગલે તથા વધેલી સ્થાનિક માંગણીને પગલે દિલ્લી સરાફા બજારમાં સોનાનો ભાવ 350 રૂપિયા વધીને 14 મહિનાની ઉચ્ચ સપાટીએ પોહંચી ગયો છે. સોનાનો ભાવ 31, 450 રૂપિયા પ્રતિ ગ્રામ પર પહોંચ્યો હતો.
સરાફા વેપારીઓએ કહ્યું હતું કે મજબૂત વૈશ્વિક સંકેતોથી સોના મજબૂત થયું છે. તે સિવાય ડોલર પર ત્રણ વર્ષની સૌથી નીચી સપાટીએ આવી જતા સોનાની માંગમાં વધારો થયો છે. સાથે સાથે લગ્નસરાને કારણે પણ સ્થાનિક સોના બજારોને વેગ મલ્યો છે.
સ્થાનિક બજારમાં સોનુ 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતાવાળું સોનું 350-350 રૂપિયાની મજબૂતી સાથે ક્રમશઃ 31, 450 રૂપિયા અને 31, 300 રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું છે. જે 9 નવેમ્બર 2016 પછીનું સૌથી ઉચું સ્તર હતું. જોકે 8 ગ્રામની ગિની 24, 800 રૂપિયા પ્રતિ એકમ પર ટકેલી છે. તો ચાંદી 41 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી હતી.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]