સુરત માં મેટ્રો માટે જમીન ની નીચે 50 ફૂટ ઊંડી ટનલ, જુઓ વીડિઓ…
સુરત સિટીની ઓળખમાં હવે વધુ એક વધારો થવા જઈ રહ્યો છે. સુરતમાં હવે મેટ્રો રેલ પ્રોજેક્ટનો વધારો થઈ રહ્યો છે ત્યારે મેટ્રોનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. જમીનથી અંદર સુરતમાં મેટ્રો ટ્રેન દોડાવવા બે કોરિડોર બનાવવામાં આવશે, જેમાં એક કોરિડોર ડિસેમ્બર 2023 સુધીમાં ચાલુ કરી દેવામાં આવશે.
મેટ્રોના એન્જિનિયર યોગેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે મહત્ત્વની બાબત એ છે કે અંડરગ્રાઉન્ડ રૂટ માટે જીએમઆરસી દ્વારા ટનલ બોરિંગ મશીનની મદદ લેવાઈ હતી. ગુલેમાર્ક એજન્સી દ્વારા કાપોદ્રાથી લાભેશ્વર ચોક સુધી(1.2 કિ.મી) માટેની ટનલ બનાવવા માટે એક ટીબીએમ મશીન સપ્ટેમ્બર માસમાં ઉતારી દીધું હતું. માર્ચ 2025 સુધીમાં બંને કોરિડોર શરૂ કરવામાં આવશે, પરંતુ સરથાણાથી ડ્રીમ સિટીનો કોરિડોર ડિસેમ્બર 2023 સુધીમાં શરૂ કરાશે.
મેટ્રો રેલ પ્રોજેક્ટ સુરત શહેરની નવી ઓળખ બનવા જઈ રહ્યો છે. મેટ્રોનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. જમીનની અંદર સુરતમાં મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે, જેને લઇ કામ ખૂબ જ ઝડપથી થઇ રહ્યું છે. મેટ્રો રેલ પ્રોજેક્ટમાં બે કોરિડોર બનાવવામાં આવશે, જેને લઇ અત્યારે અન્ડરગ્રાઉન્ડ ટનલના કામ પૂર્ણતાના આરે છે. પહેલો કોરિડોર સરથાણાથી ડ્રીમ સિટી અને ભેસાણથી સારોલીને જોડતા બે રૂટ પર કોરિડોર બનાવવામાં આવશે.
સુરત મેટ્રો રેલના કુલ 40.35 કિમી રૂટમાંથી સરથાણાને ડ્રીમ સિટી સાથે જોડવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે સરથાણાને ડ્રીમ સિટી સાથે જોડવાના 21.61 કિમીના કામે વેગ પકડ્યો છે. સરથાણાથી ડ્રીમ સિટી સુધીના રૂટને ડાયમંડ કોરિડોર તરીકે, જ્યારે ભેસાણથી સારોલી રૂટને ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખ આપવામાં આવશે.
જુઓ વીડિઓ…
View this post on Instagram
સરથાણાથી કાપોદ્રા લાભેશ્વર ચોક, લંબે હનુમાન રોડથી સુરત રેલવે સ્ટેશન થઈને હાઈવે થઈને મજૂરાગેટથી અલથાણ ગામ થઈને ડ્રીમ સિટી સુધી મેટ્રો દોડાવવામાં આવશે. મેટ્રોના બીજા તબક્કામાં ભેસાણથી સારોલીને જોડતા કોરિડોર 18.84 કિમીનો રૂટ વિકસાવવામાં આવશે. આ માર્ગ પર ઉધના દરવાજાથી આગળ કમેલા દરવાજા, આજણા ફાર્મ, મોડલ ટાઉન અને મગોબ એક્સટેન્શનની ઘણી ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે. આ કોરિડોર નંબર 2, એટલે કે ભેસાણથી સારોલી રૂટના ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખાશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]