વાડીએ પાણી વાળતા યુવાનની પાછળ દોડી સિંહ ઘુસ્યો ગામ માં, વીડિયો માં જુઓ સમગ્ર ઘટના
માંગરોળ તાલુકાના આજક નજીક આવેલ ખેતરમાંથી પાણી વાળી રહેલા યુવાન પર આજે વહેલી સવારે એક સિંહે હુમલો કરવાનો પ્રયાસ કરતાં આજક ગામમાં ઘૂસી ગયો હતો, આ સિંહને ગામમાં ફરતો જોઈ ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વન વિભાગનો સ્ટાફ આજે ગામમાં ગયો હતો પરંતુ સિંહ ઝરીયાવાડા વિસ્તારની સીમા તરફ આગળ વધી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે મળતી વધુ વિગત મુજબ માંગરોળ તાલુકાના મકતુપુર આસપાસ ત્રણ સિંહો વસવાટ કરે છે. આ સિંહો 15-20 કિમીની રેન્જમાં ફરે છે. માંગરોલ તાલુકાના અંત્રોલી-આજક પંથકમાં તાજેતરના દિવસોમાં સિંહો અને બચ્ચાઓએ પડાવ નાખ્યો છે. આજે વહેલી સવારે અંત્રોલી નજીક સિંહ પરિવારે એક પ્રાણીનું મારણ કર્યું હતું.
બાદમાં સવારના છ વાગ્યાના અરસામાં ગામ નજીકથી એક સિંહ દોડી આવ્યો હતો અને ખેતરમાં ઘઉંમાં પાણી નાખી રહેલા અલ્તાફભાઈ ઈસુબભાઈ બેલીમ નામના યુવાનનો પીછો કર્યો હતો.તે ભાગી જતાં તે જમીન પર પટકાયો હતો અને તેને પ્રથમ ઈજા થઈ હતી. માધવપુર અને બાદમાં કેશોદ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
જુઓ વીડિયો :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @BBC News Gujarati નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહ એ બધાના દિલ હચમચાવી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]