વાવાજોડા માં ઉડ્યા પતરા, જુઓ વીડિયો #biporjoy #vavajodu
બિપોરજોય વાવાઝોડાનું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતાં જ ચારેતરફ તોફાનનો કહેર જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિંગ્ઝ ઉડ્યા હતા.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ સાથે ટકરાયું છે અને તે માંડવી તરફ આગળ વધ્યું હતું. અગાઉ ભારતીય હવામાન વિભાગે 6 જૂનના રોજ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાય છે, તેવી વાત કહી હતી અને 24 કલાકમાં વાવાઝોડામાં ફેરવાશે તેવી આગાહી કરી હતી. જે સાચી સાબિત થઈ છે.
આ ઉપરાંત તેમણે નુકસાન અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘940 જેટલા ગામડાંઓમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સમગ્ર ગુજરાતમાં 524 જેટલા ઝાડ પડી ગયા છે. તેમાં સૌથી વધુ દ્વારકામાં 73 જેટલા ઝાડ પડી ગયા છે. હજુ આ આંકડો વધે તેવી શક્યતા છે.’
કચ્છ જિલ્લામાં 176 વીજપોલ, 268 વૃક્ષો જમીનદોસ્ત થયા છે રાત્રિના 9.30 વાગ્યા સુધીમાં વાવાઝોડાએ જિલ્લાના અનેક વિસ્તારોમાં વિનાશ વેર્યો છે અને કાચા મકાનો પરથી નળિયા, પતરા ઉડી જવાની સાથે અમુક વિસ્તારોમાં મકાનો પરના છાપરા પણ ઉડી ગયા હતા. જેથી મકાનોને ભારે નુકસાન થયું છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]