વિશ્વભર માં પ્રખ્યાત ગુજરાત નું અલંગ શિપ યાડ, શું છે અહીયાં ની વિશેષતા…
જિલ્લાના તળાજા તાલુકામાં તેમ જ અરબ સાગરમાં આવેલા ખંભાતના અખાતમાં દરિયાકિનારે આવેલું નગર છે. આ ગામનો જહાજવાડો વર્તમાન સમયમાં વિશ્વભરમાં જહાજ તોડવાના સ્થળ તરીકે જાણીતો થયેલ છે. અંગ્રેજી ભાષામાં અલંગને શીપીંગ બ્રેક યાર્ડ કહેવામાં આવે છે. એશીયા નું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ અહિંયા છે, જ્યાં દરેક જાતનાં નાનાં-મોટાં જહાજો ભાંગીને દરેક ભાગ અલગ કરવામાં આવે છે.
જહાજને તોડી નાખવાથી મળતા લોખંડ, કાચ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, લાકડાંનું રાચરચીલું તેમ જ અન્ય વસ્તુઓને લગતા વેપારધંધા તેમજ ઉદ્યોગો પણ અહીં વિકાસ પામ્યા છે.
વિશ્વ મજૂર દિનની ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં દર વર્ષે પરંપરાગત રીતે ૧લી મેના દિવસે ઉજવણી કરવામાં આવે છે. મોટાભાગના ઉદ્યોગોના વિકાસ માટે શ્રમિકોની પાયાના પથ્થર સમાન કામગીરી રહેતી હોય છે. આવુ જ કઈંક વિશ્વ વિખ્યાત અલંગ જહાજવાડામાં કામ કરતા શ્રમિકોએ કરી બતાવ્યુ છે. ગુજરાત સહિત પરપ્રાંતના પચ્ચશી હજારથી વધુ શ્રમિકોને રોજીરોટી આપતા અલંગ જહાજવાડાની સને-૧૯૮૩માં માત્ર ૧૩ શ્રમિકોથી શરૃઆત થઈ હતી.
મુંબઈ દારૃખાના અને ગુજરાતમાં સંચાણા બંદર બાદ એંશીના દાયકાના પ્રારંભે અલંગમાં જહાજવાડાનો ઉદ્યોગ સ્થાપવાની કામગીરી તેજ બની હતી. સને-૧૯૮રમાં અલંગ જહાજવાડાને શરૃ કરવા માટેની બહુધા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શ્રમિકો ક્યાથી લાવવા ? તે પ્રશ્ન ઉદ્દભવ્યો હતો ત્યારે જે તે સમયના આગેવાન શિપ બ્રેકર શિવલાલ દાઠાવાલાએ મુંબઈ દારૃખાનાથી શ્રમિકો લાવીને શિપ બ્રેકીંગ ઉદ્યોગનો પાયો અલંગમાં નાંખાવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
અલંગ જહાજવાડામાં કામ કરવા ડિસેમ્બર-૧૯૮રમાં મુંબઈ દારૃખાનાથી બોલાવાયેલા પરપ્રાંતિય ૧૩ શ્રમિકોને અલંગ નાના ગોપનાથજી મંદિરે રહેવાની સગવડતા કરી આપવામાં આવી હતી. જેના દોઢ માસ બાદ ૧૩ અને ૧૪મી ફેબ્રુઆરી-૧૯૮૩ એમ બે દિવસમાં ‘કોટાતોન્ઝોગ’ અને ‘ડીડીઆર’ જહાજ નામના બે જહાજો ભંગાણાર્થે આવતા અલંગ શિપ બ્રેકીંગ ઉદ્યોગનો ઉદય થયો. સને-૧૯૮૩થી અત્યાર સુધીની ત્રણ દાયકાની સફરના અંતે આજે હજારો શ્રમિકો રોજીરોટી કમાઈ રહ્યા છે.
જુઓ વીડિયો:
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @The Best Vlog નામના યૂટ્યૂબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]