જલંધર ગામે બે સિંહ ગામમાં ઘુસી મારણ કર્યું, સમગ્ર ઘટના કેમેરા માં કેદ
માળીયાહાટીના જલંધર ગામે બે સિંહ ગામમાં ઘુસી ગાયનું મારણ કરતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે ગામ લોકોની માંગ છે કે સિંહોને વનવિભાગ દ્વારા જંગલમાં ખસેડે તો અમારા પશુઓના મારણ થતા અટકે માળીયાહાટીના જલંધર ગામે ગઇકાલે રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં બે સિંહ ગામમાં ચડી આવ્યા હતા
રાજગોર બ્રાહ્મણ દિલીપભાઈ વેગડાના ઘરના ફળિયામાં આવેલ છાપરામાં એક ગાયને એક વાછળી બાંધ્યા હતા તેના ઉપર હુમલો કરતા ગાયનું ઘટનાસ્થળે મોત થયુ હતુ અને વાછળીને ગંભીર ઈજા થતાં તેમને પશુ ડોક્ટર પાસે સારવાર માટે ખસેડાઇ હતી આ ઘટનાની જાણ દિલીપભાઈ ને થતા હાકલા-પડકારા કરતા સિહ મારણ છોડી અને જંગલ તરફ નાસી ગયા હતા
આ અંગે દિલીપભાઈ વેગડાએ વન વિભાગને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે ગામલોકોના જણાવ્યા પ્રમાણે જલંધર ગામે છાસવારે સિહો દીપડા ગામમાં ધુસી મૂંગા પશુઓનું મારણ કરે છે તેમજ આ વિસ્તારમાં સમાજની વાડી આંગણવાડી આવેલ હોવાથી લોકો માં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે વનવિભાગ દ્વારા સિંહને જંગલ તરફ હાંકી કાઢે તેમજ દીપડા ને પકડવા પાંજરૂ ગોઠવી દેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે
જુઓ વીડિયો :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @S9 NEWS – GUJARAT નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં સિંહ એ બધાના દિલ હચમચાવી દીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]