ગુજરાતનાં મંદિરમાં 75 વર્ષ પહેલા રાખેલો શીરો આજે પણ તાજો અને સ્વાદિષ્ટ નીકળ્યો
ભક્ત અને ભગવાન એક થાય છે ત્યારે શ્રદ્ધા નું સર્જન થાય છે અને ભગવાન ની ભક્તિ થાય છે. આ વાતનો પુરાવો સુરતના એક મંદિરમાં સાચો પુરવાર થાઈ છે આપણા ભારત દેશ માં વિવિધ પ્રકાર ની ધાર્મિક અષ્ટ નો જોવા મળે છે ભારત દેશ મંદિરોનો દેશ કહેવામાં આવે છે અને તેમાં પણ ગુજરાતમાં ઐતિહાસિક મંદિરો આવેલા છે. જેમાં લોકો ઊંડી આસ્થા ધરાવે છે.
ઘણી વખત આપણી સાથે અવશ્ય ચીજો થતી હોય છે. અમુક લોકો તેને ચમત્કાર કહે છે, તો અમુક લોકો તેને અંધવિશ્વાસ કહે છે. આવી જ એક ઘટના ગુજરાતના કચ્છમાં થયેલ છે. કચ્છનાં અંજારમાં એક મંદિરમાં ૭૫ વર્ષ જુનો શીરો મળેલ છે, જે ૭૫ વર્ષ બાદ આજે પણ તાજો છે. આ ઘટનાથી અંજારના લોકો તેને ચમત્કાર જણાવી રહ્યા છે અને ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે.
લક્ષ્મીનારાયણ મંદિર અંજાર તાલુકાના ખેડાઈ ગામમાં પટેલવાસ માં સ્થિત છે. આ મંદિરનું નિર્માણ પહેલી વખત ૧૯૪૫માં થયું હતું, પરંતુ કચ્છ ભુકંપમાં મંદિર જર્જરિત બની ગયું હતું. ત્યાર બાદ મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કરવામાં આવેલ. મંદિરનાં શિખરને બદલવાનું કામ થવાનું હતું. ત્યારબાદ ૮ સપ્ટેમ્બરનાં રોજ મંદિરમાં હવન કરવામાં આવેલ, જેના માટે પ્રશ્ને શિખરની ટોચ ઉપરથી ઉતારવામાં આવેલ.
જે વેળાએ શિખરના ટોચ પર આવેલા કળશને ઉતારતાં એમાંથી એક નાનો કુંભ મળી આવ્યો હતો. એ કુંભના માથે એક તાંબાનો સિક્કો મળ્યો હતો, જેમાં “માગસર સુદ છઠ, સોમવાર સંવત 2002, મહારાવ વિજેરાજજીના વખતમાં” લખ્યું હતું. એને ખોલી જોતાં જે-તે વખતે કળશની પ્રાણપ્રતિષ્ઠા સમયે ધરાવવામાં આવેલો શીરા રૂપી પ્રસાદ મળ્યો હતો
આ કળશને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાનાં સમયે શીરા ને કળશમાં રાખવામાં આવેલ હતો. તે ૭૫ વર્ષ બાદ પણ આજે તાજો જોવા મળી આવ્યો હતો. પહેલાની જેમ જ આ શીરા માં શુદ્ધ ઘીની સુગંધ આવી રહી હતી. શીરા ને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું, એટલા માટે લોકો આ ઘટનાને ચમત્કાર જણાવી રહ્યા છે.
કળશને ઉતારવાના સમયે કુંભમાં એક તાંબાનો સિક્કો પણ મળ્યો છે, જેમાં “માગસર સુદ છઠ સોમવાર સંવત ૨૦૦૨ મહારાવ વિજેરાજી” નાં સમયમાં એવું લખવામાં આવેલ હતું. જ્યારે તેને ખોલવામાં આવેલ તો તેમાં શીરો રાખવામાં આવેલ હતો. ભક્તિ આ શીરા નાં પ્રસાદને મંદિરમાં લઈ ગયા હતા. શીરાને હવે સંરક્ષિત કરવામાં આવેલ છે. જેથી અંજારના ભક્ત આ ચમત્કાર જોઈ શકે. ખેદોઈ પાટીદાર સનાતન સમાજનાં અધ્યક્ષ આંબાલાલ છપૈયા એ કહ્યું હતું કે આ અદ્ભુત ચમત્કાર ને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]