માં મોગલના સત નો પરચો, ડોકટરો એ પણ કરી દીધા હાથ ઉચા તો માં મોગલનું નામ લેતા જ 3 વર્ષનો દીકરો થઈ ગયો ઉભો…
આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં. મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં ભગુડા, ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે. જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે. માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે. પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે.
માતાજીના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે.મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય, તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે.માં મોગલ ના મંદિરમાં કોઈ દિવસ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતો નથી.દરેક લોકોને એક સરખા માની ને મોગલ ના મંદિર માં જવા દેવામાં આવે છે.
માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે. અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાંથી લોકો આવતા હોય છે.થોડા સમય પહેલા જ મોગલ માતાએ અમદાવાદ ના તેમના એક ભક્ત ને પરચો બતાવ્યો છે. અમદાવાદમાં એક વ્યક્તિનો 3 વર્ષનો દીકરો એક્સિડન્ટ થવાને લીધે ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર માટે દીકરાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યારે ડોક્ટરોએ કીધું કે હવે તમારો દીકરો હવે નહિ જીવે..
બાળકની માતાએ પોતાનો એકનો એક દીકરો સાજો થઈ જાય તેવી માં મોગલની માનતા રાખી. માતાએ પોતાના ભક્તની આજીજી સાંભળી અને માતાએ પોતાનો પરચો બતાવ્યો અને દીકરો સાજો થઈ ગયો. પરિવારના સભ્યોનો ખુશીનો પાર ન રહ્યો. કહેવાય છે ને જ્યાં દવા કામ ના કરે ત્યાં દુવા કામ કરે છે. બાળક ના પરિવારજ નો એ માતા મોગલનો આભાર માન્યો.
આવોજ એક બીજો કિસ્સો થોડા સમય પહેલા એક યુવક તેની માનતા પૂરી કરવા માટે 5100 રૂપિયા લઇને કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવ્યો હતો.ત્યારે મણિધર બાપુએ તેને આશીર્વાદ આપતા પૂછ્યું બેટા તેં શેની માનતા હતી ત્યારે યુવકે કહ્યું કે પારિવારિક ને લઈને માનતા માની હતી જે પૂરી થતાની સાથે જ હું માં મોગલના ચરણોમાં 5100 રૂપિયા ચઢાવવા માટે આવ્યો છું
મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને એકાવન સો રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તેને પરત આપ્યા. અને ત્યારે કહ્યું કે તમે માં મોગલ પર જ વિશ્વાસ રાખ્યો હતો તેના જ કારણે તમારી માનતા પૂરી થઈ છે. વધુમાં મણીધર બાપુએ કહ્યું કે માં મોગલ ને દાન-ભેટની કોઈ જરૂર નથી. માં મોગલ માત્ર ભક્તોના ભાવની ભૂખી છે. આ કોઈ ચમત્કાર નથી આતો માં મોગલ પર રાખે લો તમારો વિશ્વાસ છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]