આ મંદિરમાં હનુમાનજી છે સાક્ષાત બિરાજમાન, દિવસમાં ૩ વખત રૂપ બદલાઈ જાય છે
ભગવાન હનુમાનને શક્તિનુ પ્રતીક માનવામાં આવે છે. હનુમાન એક એવા દેવતા છે, જેમનુ મંદિર દરેક સ્થાન પર સહેલાઈથી મળી જાય છે. કળયુગમાં સૌથી વધુ ભગવાન શંકરના અગિયારમા રુદ્ર અવતાર શ્રી હનુમાનઝીની જ પૂજા કરવામાં આવે છે. તેથી હનુમાનજીને કળયુગના જીવંત દેવતા પણ માનવામાં આવે છે. આજે અમે તમને વિશેષ મંદિર વિશે બતાવી રહ્યા છીએ
હનુમાનનું એક અનોખુ મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે.ત્યાં મૂકેલી ભગવાનની મૂર્તિ દિવસમાં ત્રણ વખત તેનો રંગ બદલી નાખે છે.હનુમાનજીના આ સુંદર મંદિર સાથે અનેક પ્રકારની વાર્તાઓ જોડાયેલી છે.એવું કહેવામાં આવે છે કે આ મંદિર રામાયણ કાળનું છે.અહીં મુકેલી હનુમાનજીની પ્રતિમા રામાયણ કાળની ઘટનાઓ દર્શાવે છે.દર વર્ષે લોકો દૂર-દૂરથી તેમની મુલાકાત લેવા આવે છે અને તેમને સિંદૂર અર્પણ કરે છે.
આ મંદિર ના પરચા અપરંપાર છે અહીંયા થી કોઈ ખાલી હાથ નથી જતું મંડલાથી લગભગ ત્રણ કિલોમીટર દૂર પૂર્વગાંવમાં આવેલા આ મંદિરનું નામ સૂરજકુંડ રાખવામાં આવ્યું છે. આ મંદિરમાં મૂર્તિનું સ્વરૂપ ચોવીસ કલાકમાં ત્રણ વખત બદલાય છે. હનુમાનજીની મૂર્તિ સવારે બાળક બની જાય છે, બપોરે જુવાન બને છે અને સાંજ પછી વૃદ્ધ સ્વરૂપ બને છે. આ રીતે, આ મૂર્તિ દિવસમાં ત્રણ વખત તેનું સ્વરૂપ બદલતી રહે છે.
મંદિર ના ઘણા બધા પરચા છે ત્યાં મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર, હનુમાનજી ૩ વાર રૂપ બદલે છે એ હનુમાનજીની મૂર્તિ સવારે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી બાળ સ્વરૂપ ધરાવે છે. તે પછી તે યુવા સ્વરૂપમાં ફેરવાય છે. 6 વાગ્યા પછી આખી રાત જૂના સ્વરૂપમાં જ રહે છે.
કહેવાય છે કે હનુમાનજીની આ મૂર્તિ દુર્લભ પથ્થરની બનેલી છે. સ્થાનિક લોકોના મતે, સૂરજકુંડના મંદિરમાં બેઠેલી હનુમાનજીની પ્રતિમા ખૂબ જ ખાસ અને દુર્લભ છે. જે લોકો અહીં આવીને મૂર્તિની પૂજા કરે છે. તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિરમાં મંગળવારે વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવે છે. સાથે જ મંદિરની આજુબાજુની સુંદરતા નજરે ચડે છે. આ મંદિર નર્મદા કિનારે બનેલ છે. અહીં સૂર્યના સીધા કિરણો નર્મદા પર પડે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]