દરિયા માં સિસ્ટમ સક્રિય, તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી

દરિયા માં સિસ્ટમ સક્રિય, તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાની વિદાય બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હજી વાવાઝોડાની નુકસાનીનો સરવે ચાલી રહ્યો છે. ત્યાં હવામાન વિભાગે ફરીવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. 27 થી 28 ની વચ્ચે હળવાથી ભારે વરસાદ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસશે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને દીવમાં સુક્કું વાતાવરણ રહેશે. તે ઉપરાંત નાઉકાસ્ટ તરફથી પણ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી નવી સિસ્ટમના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

ચોમાસાની સક્રિય સ્થિતિને કારણે દક્ષિણ ગુજરાતનો દરિયોકાંઠો તોફાની બને તેવી શક્યતાઓ છે. ભાવનગર-અલંગ, વિક્ટર સહિતના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. દરિયામાં 40થી 50 કિ.મી.ની ઝડપે તોફાની હવામાન પ્રવર્તે તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ છે.

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ અને હવામાન વિભાગ- અમદાવાદ દ્વારા 27 જૂન સુધી માછીમારો માટે ચેતવણી જારી કરવામાં આવી છે. જેમાં ભાવનગર, અલંગ, વિક્ટર, મુળદ્વારકા, વેરાવળ, જાફરાબાદ, પીપાવાવ, દહેજ સહિતના દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર દક્ષિણ-પશ્ચિમ દિશાથી પશ્ચિમ દિશામાં 40થી 50 કિ.મી.ની ઝડપે ઝાપટાંવાળું હવામાન તેમજ દરિયામાં તોફાની મોજા ઉછળી શકે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *