હનુમાનજીના આ મંદિરે કરોડો નાળિયેરો નો પહાડ આવેલો છે, ચમત્કારી હનુમાન
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લાખણી ગામ થી ૩ કિલોમીટર દુર ગેળા ગામમાં અંદાજે અનોખા હનુમાન મંદિરે શનિવારના રોજ મેળા જેવું વાતાવરણ હોય છે. આ હનુમાન મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ૫૦-૬૦ વર્ષોથી ભક્તો અહિયાં શ્રીફળને વધૈર્યા વગર ચડાવે છે. જેનાથી અહિયાં લાખો શ્રીફળ એકઠા થઇ ગયા છે. આ શ્રીફળ ઉપર જ હનુમાનજી બિરાજમાન છે.
દરરોજ વધી રહ્યો છે શ્રીફળ નો પહાડ
ઘણા વર્ષોથી ચાલી રહેલી ભક્તોની આ પુજા પ્રસાદથી અહીં શ્રીફળનો મોટો બની ગયો છે. અહિયાં અંદાજે ૧ કરોડથી વધારે શ્રીફળ એકઠા થઇ ગયા છે, જે એક ધાર્મિક કીર્તિમાન છે. આ ઢગલામાંથી કોઈપણ વ્યક્તિ શ્રીફળ ચોરી શકતું નથી. જો કોઈ ચોરી કરે છે તો તેણે તેના બદલામાં પાંચ શ્રીફળ ચઢાવવા પડે છે.
કહેવામાં આવે છે કે અહીંયા જે પણ મનોકામના માનવામાં આવે છે, તે પુરી થાય છે. દરરોજ અહીંયા શ્રીફળ નો જથ્થો વધી રહ્યો છે. વૃક્ષ ની નજીક બિરાજમાન હનુમાનજીની મુર્તિ પણ હવે એક ફુટ જ બહાર જોવા મળી રહી છે. તેની ચારો તરફ શ્રીફળનો ઢગલો જોવા મળી રહ્યો છે.
૭૦૦ વર્ષ જુનું છે મંદિર
આ મંદિરનાં ઈતિહાસ પર નજર કરવામાં આવે તો તે અંદાજે ૭૦૦ વર્ષ જુનું મંદિર છે. આ મંદિરને શ્રીફળ વાળા હનુમાનજી નાં નામથી પણ ઓળખવામાં આવે છે. આસપાસના લોકો ૫ થી ૧૦ કિલોમીટર ચાલીને અહીંયા આવે છે. શનિવારનાં રોજ અહીંયા મેળા જેવું દ્રશ્ય જોવા મળે છે. દેશ અને દુનિયામાંથી પણ હનુમાનજીના ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે.
મંદિર સાથે જોડાયેલી દંતકથા
આ ચમત્કારિક હનુમાનજી ખીજડાનાં ઝાડ નીચે બિરાજમાન છે. મંદિર સાથે એક જોડાયેલી દંતકથા પણ ખુબ જ પ્રચલિત છે. અંદાજે ૬૦ વર્ષ પહેલા થરાદના આશોદર મઠનાં તપસ્વી મહંત હરદેવપુરી મહારાજ અહીંયા આવ્યા હતા. તેમણે અહિયાં ચઢાવવામાં આવેલા શ્રીફળના પ્રસાદને બાળકોમાં વહેંચી દીધો હતો, જેનાથી બાળકો બીમાર પડી ગયા.
ત્યારબાદ બાળકોએ હનુમાન દાદા પાસે શ્રીફળ ચઢાવવાની પરવાનગી માંગી. પરંતુ દાદા એ પરવાનગી આપી નહીં. તેનાથી આસોદર મઠના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજે હનુમાનજીને ઉપદેશ આપ્યો કે જો બાળકોને શ્રીફળનો પ્રસાદ આપવાથી તમારા શ્રીફળ ઓછા થઈ જતા હોય તો તમે અહીંયા શ્રીફળનો ઢગલો કરીને બતાવો. બસ તે દિવસથી અહીંયા કોઈ શ્રીફળ વધેરતું નથી. વર્ષો પસાર થઇ ગયાં પરિસ્થિતિ બદલવા પર અહીંયા હવે શ્રીફળનો ઢગલો બનતો ગયો. હવે તો તે પહાડ બની ગયો છે.
જુઓ વિડિઓ :
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]