આ દાદી માં એ ગરબા ના ગીત પર મચાવી ધૂમ, વિડિઓ જોઈ ને તમે પણ દંગ રહી જશો…
આપણે મોટા ભાગે યુવાનો અને યુવતીઓ ને ગરબા ઘુમતા જોયા હશે પરંતુ શું તમે 64 વર્ષીય મહિલા ને ગરબે રમતા જોયા છે? જો તમે તેના ગરબા જોશો તો મંત્રમુગ્ધ થઇ જશો. ત્યારે વાત કરીયે મુંબઈ ના 64 વર્ષીય મહિલા રસીલા ઠાકર ની કે જયારે તેઓ રસ રામે ત્યારે ભલ ભલા યુવા વર્ગ ના લોકો તેમને જોતા જ રહી જાય.
મુંબઈ માં રહેતા રસીલા ઠક્કર આ નવરાત્રી માં સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે.તેમનો રાસ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ ગયો છે. ગરબા પ્રત્યે તેમનો જોમ અને જુસો યુવાનો ને પણ શરમાવે એવો છે. તાળીઓ ના તાલે જે સ્ફૂર્તિ થી આ દાદી માં ગરબા રામે છે , તેને જોઈ ને અનેક લોકો આશ્ચર્ય પામે છે.
આજ ના લોકો ૬૦ ની ઉમર પાર કર્યા પછી જાણે કે વૃદ્ધ જ બની ગયા હોય એવું લાગે છે.જો કે રસીલા બેન ને ગરબે રમતા જોઈ ને યુવા વર્ગ ને પણ તેમની પાસે થી પ્રેરણા મળે છે રસીલા બેન આજે પણ પોતાની એકટીવા માં ગરબા રમવા જાય છે. તેઓ જયારે એકટીવા પર જાય ત્યારે લોકો પણ તેમની સાથે સેલ્ફી લેવા ઉત્સુખ હોય છે.તેઓ તેમના પરિવાર સાથે છેલ્લા 25 વર્ષ થી ગરબા રમવા જાય છે.
જુઓ વિડિઓ :
અને આજે તેમની સાથે રાસ રમી રહેલા ખેલૈયાઓ તેમના પરિવાર નો ભાગ બની ગયા છે. TV9 Gujarati નામના યુટ્યુબ ચેનલ પર રસીલા બેન નો વિડિઓ પોસ્ટ કર્યો અને કહ્યું આ દાદી ના ગરબા ના સ્ટેપ જોઈ ને તેઓ પણ મંત્ર મુગ્ધ થઇ ગયા, સોશિઅલ મીડિયા માં વિડિઓ પોસ્ટ કરતા જ રસીલા બેન રાતો રાત જ પ્રખ્યાત બની ગયા છે.ખરેખર રસીલાબેન ને ગરબા રમતા જોઈ ને કહેવાનું મન થાય : ” અને કહેવાય ખેલૈયા…”.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]