આ વખતે નવરાત્રીમાં ધૂમ મચાવી પુષ્પા સ્ટાઈલ, વિડીયો જોઈ તમે પણ શીખી લો સ્ટેપ્સ, જુઓ વાયરલ વિડિયો…
અમદાવાદના સિલ્વર ડાન્સ એકેડમીના સંચાલક ઈરફાનભાઈએ જણાવ્યું કે, આમ તો ગરબામાં બોલીવુડનાં ગીતો વગાડવામાં આવે છે એનાં પ્રત્યે લોકોની રૂચિ પણ હોય છે. જો કે પુષ્પાની વાત જ કંઈક અલગ છે. આખાં વર્ષ દરમ્યાન પુષ્પા કઈંક ને કઈંક રીતે ટ્રેન્ડિંગમાં હતું, એટલે જ તો યૂથ તેની સાથે આસાનીથી કનેક્ટ થઈ ગયું છે. જેને કારણે પુષ્પાનાં ડાન્સ સ્ટેપ્સને ગરબા સાથે જોડી ખેલૈયાઓ નવરાત્રીમાં ધૂમ મચાવવા માગે છે. તેમણે કહ્યું કે, જ્યારે પુષ્પાના ગીત વાગશે ત્યારે જ આ સ્ટેપ્સ પર્ફોમ કરવામાં આવશે. ઈરફાનભાઈએ કહ્યું કે, આ સ્ટેપ્સ માટે આપણે ત્યાં ગરબા શીખવા આવતા લોકોનો ખાસ આગ્રહ હોય છે અને એનાં માટે લોકો ખુબ મહેનત પણ કરી રહ્યાં છે.
સિલ્વર ડાન્સ એકેડમીના સંચાલક ઈરફાનભાઈએશ ગરબાનાં આ સ્ટેપ્સનો વીડિયો પણ શેર કર્યો છે. આ સ્ટેપ્સ વિશે જણાવવામાં આવ્યું કે, આમાં પુષ્પાનું જે ફેમસ ગીત છે ”સામી… સામી…” ના જે સ્ટેપ્સ છે એને વચ્ચે-વચ્ચે પરર્ફોમ કરવામાં આવે છે. સાથે સાથે એનો જે ફેમસ સ્ટેપ્સ છે, પગ લથડાઈને ચાલવાનું એ પણ આમાં પરર્ફોમ કરવામાં આવે છે. પછી એમાં દાઢીની નીચે હાથ ફેરવવાની જે સ્ટાઈલ છે, એને પણ આમાં સામેલ કરવામાં આવેલ છે.
છેલ્લે એમાં જે કમર પર હાથ મુકીને બીજી બાજુથી હાથ હવામાં ફેરવીને સ્ટેપ લેવાશે. અંતે આખો ડાન્સ જોતાં તમને ગરબાની ફીલિંગ આવશે જ. કારણ કે જે, આ પુષ્પા સ્ટેપ્સ અને ગરબાનું મિશ્રણ છે એ આ કોમ્બીનેશન પર્ફેક્ટ બનાવે છે. આ જોઈને સાચે જ લાગે કે, આ નવા જ પ્રકારનું એક ક્રિએશન છે, જે હાલ તો લોકોમાં ખુબ જ લોકપ્રિય થઈ રહ્યું છે.
આવા જ એક ગ્રૂપ સાથે વાત કરતાં જાણવાં મળ્યું કે એમનું આઠથી દસ લોકોનું ગ્રૂપ છે. ગ્રૂપના તમામ સભ્યો પુષ્પા સ્ટાઈલ ગરબા સ્ટેપ્સ માટે ઉત્સાહિત છે, બધાએ ખુબ જ મહેનત કરી છે. આમ તો દર વર્ષે નવાં નવાં પ્રકારનાં અલગ-અલગ સ્ટેપ્સ, ગીત, ગરબા કરતાં હોય છે, પણ આ વર્ષે પુષ્પાના કન્સેપ્ટથી ખાસ ઉત્સાહિત છીએ. એટલે જ યંગસ્ટર્સ આની સાથે આસાનીથી જોડાઈ શકે છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ” I am Gujarat ” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં પુષ્પા સ્ટાઈલ એ બધાના દિલ ને ઘાયલ કરી દીધા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 19 લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખ 50 હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]