આજ પણ કાળિયા ભીલ ના કોઠા છે ઊંચા કોટડા મા, અહી આજ પણ હાજરા હજૂર છે માં ચામુંડા…

આજ પણ કાળિયા ભીલ ના કોઠા છે ઊંચા કોટડા મા, અહી આજ પણ હાજરા હજૂર છે માં ચામુંડા…

ભાવનગર જિલ્લાના મહુવા નજીક ઉંચા કોટડા ગામ નજીક ટેકરી ઉપર ગઢ કોટડા તરીકે ઓળખાતું ચામુંડા માતાનુ આ મંદિરનો એક અનેકો ઇતિહાસ આવેલો છે. આને ગઢ કોટડા પણ કહેવામાં આવે છે. મંદિર દરિયાકિનારાની ભેખડો પર આવેલું એક પૌરાણિક મંદિર છે. માતાજીનું મંદિર ડુંગર પર આવેલું છે. અને કાળિયા ભીલ ની કોઠી છે વર્ષો પહેલા એવી માન્યતા હતી કે ખાંડીયા અને ત્રિશુલ પંદર દિવસ ચોટીલા ના ડુંગરે અને પંદર દિવસ ઉંચા કોટડા માતાજી ના મંદિરે રહેતા હતા.

કાળીયો ભીલ વહા નો લૂંટારો હતો. જયારે પણ તે વહાણ લુંટવા જતો હતો ત્યારે માતાજીની રજા લઈ ને જતો. આજની તારીખમાં પણ કાળિયા ભીલની કોઠી આવેલી છે. ઉંચા કોટડા માતાજીની ચૈત્ર મહિનામાં ખૂબ જ મહત્વ આવેલું છે. આ મહિનામાં શક્તિ ઉપાસના કરવામાં આવે છે. ચૈત્રિ પુનમને દિવસે અહીંયા મેળો ભરાય છે. લાખો લોકો દર્શન કરવા આવે છે. ગોહિલવાડની ચારે દિશાએ માતાજી બેઠા છે એટલે જ અત્યાર સુધીમાં કોઈ એવી મોટી આફત આવી નથી. ઉંચા કોટડા માતાજી ઉપર અનન્ય શ્રઘ્ધા અને ભાવસાથે શ્રદ્ધાળુઓ બારેમાસ આવે છે.

મારવાડમાં એકવાર દુકાળ પડતાં ભક્ત જસા ભીલ એ માતાજીને પ્રાર્થના કરી માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે તારી પત્નીને લઈ પશુ સાથે લઈને ગોહિલવાડ તરફ જા અને તારી આ કાળી ગાય પગની ખરી થી જ્યાં નિશાન કરે ત્યાં નિવાસ કરશે. અને ત્માયાં મારો નિવાસ થશે. માતાજી ની આજ્ઞા થવા પર જસા ભીલ પત્ની અને ઢોર ને લઈને ત્યાં ગયો અને કાળી ગાયની પગની ખરી ત્યાં કોતર્યું અને ત્યાં મંદિર બન્યું.

જસા ભીલ ઉંચા કોટડા માં આવીને વસ્યો ત્યારબાદ તેને એક પુત્ર રત્ન પ્રાપ્ત થયો. જેનું નામ કાળીયો ભીલ પાડવામાં આવ્યો. કુળદેવી ચામુંડા માતાજી પોતે આવીને કાળિયા ભીલ ને લઈ જાય છે. અને હમીર આહીર ના નેહડે મૂકી આવે છે. ત્યારબાદ હમીર આહીર કાળિયા ભીલની મોટો કરે છે. ત્યારબાદ માતાજીની આજ્ઞાથી તે દરિયામાં વહાણ આવતા હોય તેને લૂંટી હીરા અને ઝવેરાત કોઠીમાં સંતાડતો. આજે પણ કાળિયા ભીલની કોટી ના અવશેષો ઉચા કોટડા માં હાલતમાં જોવા મળે છે.

એક વખત કાળિયા ભીલ એ ફિરંગી ને પકડીને પણ જેલમાં પુર્યા હતા અને માતા જ હાજર થઈને તેને મુક્ત કર્યા હતા ત્યારથી જ કાળિયા ભીલ વહાણ લુટવા નું બંધ કરી માતાજીની ભક્ત બની ગયો હતો. આજની પણ ઉંચા કોટડા માં કાળિયા ભીલની કોટી આવેલી છે. એક લોકવાયકા પ્રમાણે ખાંડીયા અને ત્રિશુલ પંદર દિવસ ચોટીલા અને પંદર દિવસ ઉચા કોટડા મંદિર રહેતું હતું. આ મંદિરનું મહત્વ વધતા વધતા અનેક ગામોના ભાવિકો અને ભીલ સમાજ ચામુંડામાની બાધા-આખડી રાખી પૂર્ણ થતા.

વિડિઓ જુઓ:

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *