અહિયાં એક મંદિર પથ્થર ની ઉપર અને એક મંદિર પથ્થર ની નીચે આવેલું છે, શું છે મંદિર ની વિશેષતા જાણો…
બાલાસિનોરથી ત્રણ કિલોમીટરના અંતરે વિરપુર રોડની બાજુમાં વિશાળ કદ ધરાવતા પથ્થરોનો વિસ્તાર આવેલો છે. વિશાળ કદ પથ્થરોની વચ્ચે બિરાજમાન ભીમનાથ મહાદેવનું પ્રાચીન શિવાલય લોકોમાં આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. આ ઉપરાંત, અહીં ટેકરીઓમાં હનુમાનજીનું વર્ષો પુરાણું મંદિર પણ આવેલું છે, આથી શ્રાવણ માસમાં જન્માષ્ટમીના દિવસે ભવ્ય મેળો ભરાય છે. મેળામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળાનો આનંદ માણવા આવે છે. સાથે સાથે ભીમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દંતકથા મુજબ મહાભારત કાળમાં ભીમ અહીં રહીને શિવની આરાધના કરતા હતા. તેથી આ વિસ્તાર અને શિવલીંગને ભીમ ભમરડા મહાદેવ તરીકે ઓળખાય છે. શ્રાવણના છેલ્લા દિવસે મંદિર પર ધજા પણ ચડાવવામાં આવે છે.
શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થઈ હતી
આપેશ્વર મહાદેવથી ભીમ ભમરડાના વિસ્તારમાં જો ખોદકામ થાય તો પ્રાચીન ઐતિહાસિક માહિતી મળી શકવાની લોકો દ્વારા ચર્ચા જોવા મળી રહી છે. આ વિસ્તારને લોકો પાંડવોના વનવાસ હિડિંબાવન તરીકે ઓળખે છે. મહાભારતકાળમાં પાંડવોએ અહીં વસવાટ કર્યો હતો. તે સમયે પાંડવો દ્વારા મહાદેવની પૂજા કરવામાં આવી હતી. તે સમયથી આ મંદિરની અંદરનું શિવલિંગ સ્વયંભૂ પ્રાગટ્ય હોવાનું માનવામાં આવે છે.
ભમરડા આકારનો પથ્થર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર
કુદરતી સૌંદર્યની વચ્ચે વિશાળ કદના પથ્થરોની હારમાળામાં ભમરડા, તાવડી, ખાંડણીયો આકારના પથ્થરો જોવા છે. અહીં ટેકરીના પથ્થરો આશરે 10થી 15 ફૂટની ઉંચાઈ ધરાવે છે. આ ઉપરાંત, મેળામાં જોવા આવતાં લોકો પથ્થરોને જોઈને અલૌકિક આનંદ અનુભવે છે. આ વિસ્તારમાં અંબે માતાનું નવનિર્મિત મંદિર છે, તેની બાજુમાં સપાટ પથ્થર પર માત્ર એક જ અણી પર ટેકવાયલો પથ્થર વર્ષોથી અણનમ ઉભો છે. જે દૂરથી ભમરડા આકારનો દેખાઈ છે, આ પથ્થર પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે.
ટેકરી ઉપરથી કેદારેશ્વર, ગોપેશ્વર, અને દેવ ડુંગરિયા મહાદેવના દર્શન
ભીમ ભમરડા ટેકરી પરથી ઉભા રહીને કુદરતી સૌંદર્ય માંણવું એ પણ એક અનેરો લહાવો માનવામાં આવે છે, ભીમ ભમરડાની આસપાસનો વિસ્તાર નાની-મોટી લીલી વનરાજી, પથ્થર અને ટેકરીઓથી ભરપુર છે, જે નયનરમ્ય મનમોહક લાગે છે. અહીં ટેકરીઓ ઉપરથી ઉભા રહીને આસપાસ નજારો જોતાં બાલાસિનોરની સાથે સાથે કેદારેશ્વર, ગોપેશ્વર મહાદેવ અને દેવ ડુંગરિયા મહાદેવના પણ દર્શન થાય છે. એકજ જગ્યાએથી ત્રણેય મહાદેવના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.
ભીમ ભમરડા ખાથે વિકાસના કામો હાથ ધરાયા
ભીમનાથ મહાદેવના ટ્રસ્ટી સુધીરભાઈ અને સંજયભાઈના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી અહીં મંદિરના વિકાસના કામો હાથ ધરવામાં આવ્યાં છે, જેમાં બાલાસિનોર નગરપાલિકા તરફથી RCC રોડ તેમજ આ સ્થળે બેસવા માટેની સુવિધાઓ કરાઈ છે. બાળકો માટે રમત ગમતના સાધનો, વાહનો માટે પાર્કિંગ, લાઈટ, પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત, ભક્તો દ્વારા ભંડારાના આયોજન માટેની સુવિધાઓ પણ કરાઈ છે. આ વખતે કોરોનાને ધ્યાનમાં રાખીને અહીંના ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોવિડ ગાઇડલાઇન સાથે દર્શન માટે સિમિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવે છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @AJ78 Vlogs નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં આ મંદિર એ બધા ના મન મોહી લીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]