અંબાલાલ પટેલે કરી નવી ઘાતક આગાહી, ગુજરાતમાં ખાબકશે વાવાઝોડું

અંબાલાલ પટેલે કરી નવી ઘાતક આગાહી, ગુજરાતમાં ખાબકશે વાવાઝોડું

અત્યારે રાજ્યના ઘણા શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં પણ છેલ્લા 3 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. રાજ્યના બે જિલ્લા માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને પોરબંદરમાં 45 ડિગ્રીને પાર જઈ શકે છે.

11 અને 12 તારીખ ના રોજ શહેરમાં ગરમીનો પ્રકોપ વધીને 43 ડિગ્રીએ પોહચી ગયો છે. આ જોઈ ને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે .અંબાલાલ પટેલે કહ્યું છે કે, રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધશે.

અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે વાત કરીએ તો 12મે થી રાજ્યમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોચશે. અને 18 તારીખ સુધી ગુજરાતમાં ભારે ગરમી પડશે. અને જો વરસાદની આગાહી ની વાત કરીયે તો અંબાલાલે જણાવ્યું કે આવનારા અઠવાડિયા માં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે.

અને જૂન ના પેહલા સત્ર માં અરબ સાગરમાં ચક્રાવાત ઉભુ થશે તેવું ઉમેર્યું હતું. અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં શરૂઆતનુ ચોમાસુ સારુ રહેશે. જેથી ખેડૂતોમાં પણ રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે.આગામી બે દિવસમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *