ચોટીલા પર્વત પર કેમ કોઈ રાત્રે રોકાઈ શકતું નથી? જાણો તેનું રહસ્ય, બે મુખનો મહિમા…
આજે આપણે મા ચામુંડા ચોટીલાના ઇતિહાસ અને સાચી ઘટના વિશે જાણીશું.હા તો ચાલો જાણીએ કે,સાંજ પડતાં તમામ લોકોએ પર્વત પરથી ઉતરી જવું પડે છે.કોઈ વ્યક્તિ રાત્રે રહી શકતું નથી.આ પાછળનું શું રહસ્ય છે એ પણ તમને જણાવીશું.આ શહેર રાજકોટથી 45 કિ.મી અને અમદાવાદથી 190 કી.મી.ની અંતરે આ ચોટીલા ગામ આવેલું છે અને ત્યાં જ ચામુંડા માતાનું મંદિર પણ છે.
પ્રખ્યાત હિન્દી ફિલ્મ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાનો જન્મ ચોટીલામાં થયો હતો. તે ચોટીલાના ગુજરાતી ઉદ્યોગસાહસિક ચૂન્નીભાઇ કાપડિયા અને તેમના પત્ની બેટીની મોટી પુત્રી છે. જ્યારે તેની પુત્રી ટ્વિંકલ ખન્ના (હવે વિખ્યાત હિન્દી ફિલ્મના હીરો અક્ષય કુમાર સાથે લગ્ન કરેલી છે) કેટલાક વર્ષો પહેલા અમદાવાદની મુલાકાતે આવી હતી, ત્યારે તે ખાસ ચોટીલાની મુલાકાત લીધી હતી અને ટેકરી પર આવેલા ચામુંડા મંદિરની મુલાકાત લીધી હતી.
સૌરાષ્ટ્રના સૌથી પ્રખ્યાત લેખક, લેખક, કવિ, પત્રકાર, સ્વતંત્રતા સેનાની સ્વર્ગસ્થ ઝવેરચંદ મેઘાણીનો જન્મ પણ અહીં ચોટીલામાં થયો હતો. ઝવેરચંદ મેઘાણી જે મકાનમાં જન્મે છે તે હાલના સમય સુધી અવગણના કરવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકોએ તેને જાળવવાની શરૂઆત કરી છે.
વાર્તા એવી છે કે જ્યારે ચાંદ અને મુંડ દેવી મહાકાળીને જીતવા માટે આવ્યા હતા અને તે પછીની લડતમાં દેવીએ તેમના માથા કાપીને મા અંબિકા સમક્ષ રજૂ કર્યા હતા, જેમણે મહાકાળીને કહ્યું હતું કે ચામુંડા દેવી તરીકે પૂજા કરવામાં આવશે.ચામુંડા માતાજીએ અનેક પરચાઓ આપેલ છે. આજે પણ ત્યાં ભક્તિભાવ થી માતાજી ના ભજન ગાવા માં આવે છે ચામુંડા માતાજીને રણચંડી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે. તેમની છબીમાં જોડીયા પ્રતિકૃતિ દેખાય છે. કેમકે તેમને ચંડી ચામુંડા પણ કહેવામાં આવે છે.
ચામુંડા માતાજીની ઓળખ મોટી આંખો, લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઇ શકે છે. તેમનું વાહન સિંહ છે. વર્ષો પહેલા ચોટીલા ના ડુંગર પાર માતાજીના મંદિર ની જગ્યાએ નાની ઔરડી હતી અને ડુંગર ને ચડવા માટે પગથિયાં પણ ન હતા છતાં લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા આ ચામુંડા માતાજીને ગોહિલવાડના દરબારો, જુનાગઢ તરફના સોલંકી, ડોડીયા, પરમાર, રાજપૂતો, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ, કચ્છના રબારી તથા આહીર સમાજના લોકો કુળદેવી તરીકે પુજે છે.
નવરાત્રીના સમયે ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઇવે પર જાણે કે નાનો કુંભમેળો ભરાયો હોય તેવાં રૂડાં દ્રશ્ય જોવા મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધ પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચઢી જાય છે. જ્યારે અસંખ્ય માઇભક્તો આળોટતાં આળોટતાં કે દંડવત્ પ્રણામ કરતાં ડુંગરનાં 625 પગથિયાં સડસડાટ ચઢી જાય છે. તે દ્રશ્ય જોઇને ભલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે.
ચોટીલા માતાજીના મંદિરે હજારો લોકો દર્શને આવે છે,પરંતુ સાંજ પડતાં જ આરતી પૂરી થયાની સાથે જ તમા લોકોએ ડુંગરની નીચે ઉતરી જવું પડે છે,સામાન્ય લોકો જ નહીં પરંતુ મંદિરના પૂજારીએ પણ સાંજની આરતી બાદ પર્વત પરથી નીચે ઉતરી જવું પડે છે.કારણ કે રાત્રિના સમયે આ પર્વત પર કોઈ રહી શકતું નથી.હા ફક્ત નવરાત્રિ સમયે જ પૂજારી સહિત પાંચ વ્યક્તિને ડુંગર પર રહેવાની મંજૂરી માતાજી એ આપી છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં