ચોટીલા પર્વત પર મંદિરે રાત્રિના સમયે કેમ કોઈ રોકાઈ શકતું નથી ? શું કારણ છે જાણો…
આજે આપણે મા ચામુંડા ચોટીલાના ઇતિહાસ અને સાચી ઘટના વિશે જાણીશું.હા તો ચાલો જાણીએ કે,સાંજ પડતાં તમામ લોકોએ પર્વત પરથી ઉતરી જવું પડે છે.કોઈ વ્યક્તિ રાત્રે રહી શકતું નથી.આ પાછળનું શું રહસ્ય છે એ પણ તમને જણાવીશું.આ શહેર રાજકોટથી 45 કિ.મી અને અમદાવાદથી 190 કી.મી.ની અંતરે આ ચોટીલા ગામ આવેલું છે અને ત્યાં જ ચામુંડા માતાનું મંદિર પણ છે.
આ મંદિર પર્વતની ટોચે આવેલ છે,મંદિરના પગથિયાં 635 છે.મિત્રો,આ ચામુંડા માતાનો પર્વત હજારો વર્ષ જૂનો હોવાનું ઉલ્લેખ થાન પુરાણના પુસ્તકમાં જોવા મળ્યો છે,દેવી ભાગવત અનુસાર અહી પર્વત પર હજારો વર્ષ પહેલા ચંડ અને મુંડ નામના રાક્ષશોનો બહુ ત્રાસ હતો ત્યારે ઋષિમુનીઓએ યજ્ઞ કરી આધ્યશક્તિને પ્રાર્થના કરી કે તમે આ બે રાક્ષશોનો વધ કરો,તે જ સમયે હવન કુંડમાંથી તે જ સ્વરૂપે પ્રગટ થયા મહા શક્તિ અને તે જ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના આ બે રાક્ષશોનો સંહાર કર્યો,બસ ત્યારથી જ આ માતાજી કહેવાયા.
આજે તો ચોટીલામાં ભવ્ય મંદિર છે પણ,150 વર્ષ પહેલા આ મંદિરની જગ્યાએ એક નાનો ઓરડો હતો.છતાં પણ લોકો અહી આવતા હતા,તે સમયે પગથિયાં પણ ન હતા,છતાં લોકો મહા મહેનતે પગથિયાં ચડતા હતા.અને માતાજીનાં દર્શન કરતાં હતા.આ મંદિરમાં માતા ચામુંડા દિવસમાં 3 વખત સ્વરૂપ બદલે છે.1.બાલિકા સ્વરૂપ,2. વૃદ્ધા સ્વરૂપ અને 3.કોપાયમાન સ્વરૂપ.
ચામુંડામાની આરતી સાંજની ખૂબ જ અદ્ભુત હોય છે.ચોટીલાના આ મંદિરમાં તમે જો ધ્યાનથી જોશો તો ચામુંડામાના બે સ્વરૂપ જોવા મળશે,માતાજીએ ચંડ અને મુંડ નામના બે રાક્ષશોનો વધ કર્યો હોવાથી બે સ્વરૂપમાં જોવા મળે છે,તેમાં એક છે ચંડી અને બીજું સ્વરૂપ છે ચામુંડા માનું.
ચોટીલા માતાજીના મંદિરે હજારો લોકો દર્શને આવે છે,પરંતુ સાંજ પડતાં જ આરતી પૂરી થયાની સાથે જ તમા લોકોએ ડુંગરની નીચે ઉતરી જવું પડે છે,સામાન્ય લોકો જ નહીં પરંતુ મંદિરના પૂજારીએ પણ સાંજની આરતી બાદ પર્વત પરથી નીચે ઉતરી જવું પડે છે.કારણ કે રાત્રિના સમયે આ પર્વત પર કોઈ રહી શકતું નથી.હા ફક્ત નવરાત્રિ સમયે જ પૂજારી સહિત પાંચ વ્યક્તિને ડુંગર પર રહેવાની મંજૂરી માતાજી એ આપી છે.
વિડિઓ જુઓ:
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @GJ Mashup નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને પર્વત એ આ વીડિયોમાં દરેકના દિલ જીતી લીધા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]