સુરત માં આવેલા ખોડિયાર માતાજીનાં મંદિરની રખેવાળી કરે છે મધમાખીઓ
ભક્ત અને ભગવાન એક થાય છે ત્યારે શ્રદ્ધા નું સર્જન થાય છે અને ભગવાન ની ભક્તિ થાય છે. આ વાતનો પુરાવો સુરતના એક મંદિરમાં સાચો પુરવાર થાઈ છે આપણા ભારત દેશ માં વિવિધ પ્રકાર ની ધાર્મિક અષ્ટ નો જોવા મળે છે ભારત દેશ મંદિરોનો દેશ કહેવામાં આવે છે અને તેમાં પણ ગુજરાતમાં ઐતિહાસિક મંદિરો આવેલા છે. જેમાં લોકો ઊંડી આસ્થા ધરાવે છે.
ગુજરાતના ઘણાં મંદિરોમાં દરરોજ કોઇને કોઇ ચમત્કાર જોવા મળતા હોય છે. આવું જ એક ચમત્કાર ખોડીયાર માતાના મંદિરમાં દરરોજ જોવા મળે છે. આ મંદિરમાં મધમાખીનો મોટો મધપુડો રહેલો છે આ મંદિરમાં આવતા ભાવિકોના કહેવા મુજબ અહિં છેલ્લા ઘણાં વર્ષોથી માતાજીના ગર્ભ ગૃહના મુખ્ય દ્વાર ઉપર કે જ્યાંથી લોકો ઉભા રહી અને મંદિરની અંદર પ્રવેશી માતાજીના મંદિરમાં દર્શન કરે છે
સુરતનાં ઓલપાડ તાલુકાના ડભારી ગામમાં દરિયા કાંઠે ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે આ ધાર્મિક સ્થાનને અહીંના લોકો ભાગી વાડી તરીકે પણ ઓળખે છે. દરિયા કિનારાના ખોડિયાર માતાના મંદિર પર ભક્તોને અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે જેનો પુરાવો મંદિર ના ગર્ભ ગૃહમાં જતા મુખ્ય દ્વાર પર થયેલો મધ પૂડો છે. અહીં આવતા ભક્તોના કહેવા મુજબ છેલ્લા ઘણાં વર્ષોથી માતાજી ના ગર્ભ ગૃહના મુખ્ય દ્વાર પર કે જ્યાંથી લોકો ઉભા રહી અને પ્રવેશી માતાજીના દર્શન કરે છે ત્યાં મોટી મધ માખી મધ પૂડો બનાવે છે.
ચમત્કારની વાત તો એ કે અહીં આવતા ભક્તોને મધમાખી કોઈ પ્રકારનું નુકસાન નથી પહોંચાડતી. આટલુંજ નહીં પણ મધમાખી મંદિરની રખેવાળી પણ કરે છે. રવિવારના રોજ અહીં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શને આવતા હોય છે એમ કહેવાય છે કે મધમાખી જેના પર આવીને બેસે તેને માતાજીના આશીર્વાદ મળ્યા હોવાનું માનવામાં આવે છે.
આપણા દેશમાં હજારો દેવી દેવતાઓના મંદિર સ્થાપિત કરવામાં આવેલ છે અને દરેક મંદિરમાં દેવી દેવતાઓની પાછળ ઘણા રહસ્યો પણ છુપાયેલા હોય છે અને આ મંદિરોમાં દરરોજ ઘણા ચમત્કાર પણ થતા હોય છે,મધપુડા વિશે લોકોની માન્યતા છે કે જો આ વિશાળ મધપુડામાંથી મધમાખી નીકળીને જો કોઈ ભક્ત ઉપર આવીને બેસી જાય, તો એવું માનવામાં આવે છે કે તેને ખોડીયાર માતાજીના આશીર્વાદ મળ્યા છે. જેથી આ મંદિરમાં દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]