ધરતીના ખતમ થવાનો સંકેત આપે છે આ શિવલિંગ, સતત વધી રહી છે લંબાઈ, જાણો તેનુ રહસ્ય અને તે ક્યાં આવેલું છે…
આજે પણ અનેક રહસ્ય એવા છે જેની પાછળનું કારણ વિજ્ઞાન અત્યાર સુધી શોધી શકાયું નથી, પછી તે દર વર્ષે અમરનાથની ગુફામાં બનેલું શિવલિંગ હોય કે પછી મધ્યપ્રદેશનું એક મંદિર જે દિનપ્રતિદિન મોટું થઈ રહ્યું છે. હા ખજૂરાહોનું મતંગેશ્વર મંદિરનું શિવલિંગ એવું છે જે સતત વધી રહ્યું છે.
કહેવાય છે જીવિત શિવલિંગ
આ શિવલિંગને એકમાત્ર જીવિત શિવલિંગ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે તે સતત મોટું થઈ રહ્યું છે. તેની ઉંચાઈ 9 ફીટથી વધારે થઈ ચૂકી છે. આ શિવલિંગ દર વર્ષે 1 ઈંચ વધે છે. તેની ખાસિયત છે કે તે જમીનની ઉપર અને અંદર શિવલિંગ પાતાળ લોક સુધી પહોંચે છે. તે દિવસે પૃથ્વીનો અંત આવશે.
આ પૌરાણિક કથા જોડાયેલી છે
વીતતા સમયની સાથે શિવલિંગના મોટા થવાની પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. તેના અનુસાર શિવજીએ પાંડવોમાં સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિરને ચમત્કારિક મણિ આપ્યો હતો. તેને યુધિષ્ઠિરે મતંગ ઋષિને આપ્યો. આ પછી આ મણિ રાજા હર્શવર્મનને મળ્યો અને તેઓએ તેને જમીનમાં દાટ્યો. કહેવાય છે કે આ મણિથી જીવિત શિવલિંગ બન્યું છે. મતંગ ઋષિના નામે આ મતંગેશ્વર શિવલિંગ બન્યું છે અને એ નામે જ ઓળખાય છે.
https://youtu.be/p75UdsX1dYk
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]