હારકર જીતને વાલે કો બાજીગર કહતે હૈ’, વર્લ્ડકપ ફાઇનલમાં હાર બાદ કલાકારોએ કંઇક આ રીતે વધાર્યો ટીમ ઇન્ડિયાનો હોંસલો

હારકર જીતને વાલે કો બાજીગર કહતે હૈ’, વર્લ્ડકપ ફાઇનલમાં હાર બાદ કલાકારોએ કંઇક આ રીતે વધાર્યો ટીમ ઇન્ડિયાનો હોંસલો

વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટથી હરાવી છે. ભારતીય ટીમની હાર પછી દર્શકો અને ભારતીય ક્રિકેટરોના ચહેરા પર હારનું દુ:ખ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હતું. અનેક સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર ભારતીય ટીમને પ્રોત્સાહિત કરતી ટ્વિટ કરી છે. કાજોલ સહિત અનેક સ્ટાર્સે ભારતીય ક્રિકેટરો માટે હૃદયસ્પર્શી મેસેજ લખ્યા છે.

કાજોલે ભારતીય ટીમ માટે કરી પોસ્ટ

બોલિવુડ અભિનેત્રી કાજોલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ભારતીય ટીમનો એક ફોટો શેર કરીને રોહિત શર્માની સ્ક્વેડને પ્રોત્સાહિત કરી છે. કાજોલે કેપ્શનમાં લખ્યું કે, ‘ હારકર જીતનેવાલો કો બાઝીગર કેહતે હૈ.. ટીમ ઈન્ડિયા ખૂબ જ સારી રીતે રમી છે.. ઓસ્ટ્રેલિયાને શુભકામનાઓ..’

અહાન શેટ્ટીએ કરી પોસ્ટ

અથિયા શેટ્ટીના ભાઈ અહાન શેટ્ટીએ પણ ટીમ ઈન્ડિયાના ઓફિશિયલ પેજ પરની પોસ્ટને રિપોસ્ટ કરી. આ પોસ્ટ રિપોર્સ્ટ કરીને લખ્યું હતું કે, આ ટીમે ઘણી ખુશીઓ આપી છે. તમે આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.”

મીરાએ ભારતીય ટીમને દિલની ચેમ્પિયન ગણાવી

બોલિવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે પણ ટીમ ઈન્ડિયાનો ફોટો શેર કર્યો છે. જેના કેપ્શનમાં મીરાએ લખ્યું, ‘આપણા દિલના ચેમ્પિયન્સ..’

બોમન ઈરાનીએ કરી પોસ્ટ

બોમન ઈરાનીએ ભારતીય ટીમને પ્રોત્સાહન આપ્યું છે અને ટ્વિટ કર્યું છે કે, ‘અમે હંમેશા શાનદાર પ્રદર્શન કર્યું અને આજે પણ સારી મેચ રમ્યા છે.’

અમિતાભ બચ્ચને પણ બ્લ્યુ સ્ક્વેડ માટે ખાસ વાત કહી

બીગબીએ ભારતીય ટીમની હાર પછી એક પોસ્ટ શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘સાહસિક કોશિશ પછી એક કઠિન હાર… બ્લ્યુ સ્ક્વેડનું મેચમાં શાનદાર પ્રદર્શન…’ ફેન્સ આ ટ્વિટની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

આયુષ્માન ખુરાનાએ સ્ટેડિયમના ફોટોઝ શેર કર્યા

અભિનેતા આયુષ્માન ખુરાનાએ સ્ટેડિયમના કેટલાક ફોટોઝ શેર કર્યા છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘ઓફિસમાં માત્ર એક ખરાબ દિવસ @ Indiancricketteam… તમને #WorldCup2023માં શાનદાર ટીમ તરીકે હંમેશા યાદ કરવામાં આવશે.. ’

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *