ફાગવેલ ભાથીજી મહારાજ નો ઇતિહાસ, આ જગ્યા એ લડ્યું હતું ભાથીજી નું ધડ
ભાથીજી મહારાજના એક કલ્યાણકારી ધામ, જે ફાગવેલમાં આવેલુ છે. જ્યાં સદાય ભક્તોની અવરજવર રહે છે. કહેવાય છે કે કોઈપણ શ્રદ્ધાળુની માનતા પૂરી થતા અહિં ભાથીજીના ચરણોમાં કાપડનો ઘોડો ચઢાવાની પરંપરા છે. ભાથિજી કે જે ભાથી ખત્રી અથવા ભાથીજી મહારાજતરીકે ઓળખાય છે તેઓ ગુજરાત રાજ્યમાં હિંદુ ધર્મમાં દેવતા તરીકે પૂજાય છે.
વર્તમાન સમય મા ગુજરાત ના ગામે-ગામે બે જીવંત દેવરુપી શુરવીરો ની પૂજા કરવા મા આવે છે. તેમાના એક છે વચ્છરાજ સોલંકી ઉર્ફે “વાછરાદાદા” ને બીજા છે ફાગવેલ ના વીર ભાથીજી મહારાજ. આ બંને શૂરવીરો ની શુરવીરતા ને વર્તમાન સમય મા પણ લોકો સલામ કરે છે. હાલના સમય મા પણ જો ગામ મા કોઇ ને એરુ આભડયો હોય તથા સર્પદંશ થયો હોય તો વાછરાદાદા તથા ભાથીજી મહારાજ ની ટેક રાખવામા આવે છે.
લોકકથા મુજબ, ભાથિજી ક્ષત્રિય કુળના રાઠોર શાખામાં જન્મેલા ફાગવેલના ક્ષત્રિય દરબાર તખ્તસિંહજીના બીજા પુત્ર હતા. જ્યારે તેઓના લગ્ન કંકુબેન સાથે ચાલુ હતા અને ચોથો ફેરો ચાલુ હતો, ત્યારે તેમને ખબર પડી કે કપડવંજના મુસ્લિમ રાજાએ તેમની સામે નોધાયેલ ફરિયાદ ઉપર કાર્યવાહી કરી ગામના ગૌમાતા (ગાય) પર કબજો કર્યો હતો. ભાથિજી પોતાના લગ્ન અપૂર્ણ છોડી પોતાની તલવાર લઇ ઘોડે ચઢ્યા.
તેમણે લડાઈ કરી મુસ્લિમ રાજાના લશ્કરને હરાવ્યું અને ગાયને છોડાવી, પરંતુ લડાઈ દરમ્યાન તેમનું માથું તેના ધડ થી કપાયું અને તેઓનું ધડ લડ્યું અને અંતે તેઓ વીરગતિ પામ્યા પરંતુ તેઓ ગૌમાતા તથા અન્ય ઢોરોને મુક્ત કરી શક્યા હતા. એક લોક ગાયન દર્શાવે મુજબ ભાથિજીના ધડ વગરના શરીરે મુસ્લિમ હુમલાખોરો સામે ત્યાં સુધી લડવાનું ચાલુ રાખ્યું જ્યાં સુધી શત્રુઓનો નાશ થઈ ગયો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]