ગેળા હનુમાનજી ના આ મંદિરે કરોડો નાળિયેરો નો પહાડ આવેલો છે. જુઓ
ગુજરાતના આંગણે થરાદ તાલુકાના લાખણી ગામથી ત્રણ કિ.મી. દૂર ગેળા ગામમાં આવેલું સાક્ષાત્ શ્રી હનુમાનનું ધામ છે. આ મંદિર બોક બધા વર્ષ જૂનું હનુમાનજીનું ધામ છે અને દાદા હનુમાનનું આ ધામ આખા પંથકમાં જાણીતું છે. અહીં હનુમાનજીની પથ્થરની મૂર્તિ છે. હનુમાનજી વૃક્ષના થડમાં બેઠેલી મુદ્રામાં છે. હનુમાનજીની મૂર્તિની પાછળ શ્રીફળનો મોટો પહાડ છે.
ગેળા ગામમાં હનુમાનજી ના દર શનિવારે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે તો પણ આજ સુધી દાદા ની અસીમ કૃપા થી કોઈ પણ પ્રકાર ની અસુવિધા ઉભી થયી નથી બોવ બધા વર્ષ પહેલા અહીં વૃક્ષ નીચે હનુમાન દાદાની શીલા પ્રગટ થઇ હતી અને આ શીલા ગામ લોકો ની નજરે પડી હતી અને ગ્રામજનોને વાત કરતા તાપસ કરી જોતા આ મૂર્તિ હનુમાન દાદાની હોવાનું માલુમ પડ્યું.
દિવસે ને દિવસે આ શ્રીફળનો ઢગલો મોટો થતો જાય છે. વૃક્ષના થડમાં બેઠેલી મૂર્તિ એક ફૂટ બહાર છે. આ ઢગલામાંથી કોઇ શ્રીફળ કોઇ ચોરી શકતું નથી અને જો કોઇ વ્યક્તિ શ્રીફળ ચોરી જાય તો તેને એકના બદલે પાંચ મૂકવાં પડે છે. અહીં શ્રદ્ધાળુઓનાં શ્રદ્ધાથી ધારેલાં કામ પૂર્ણ થાય છે.
દિવાસોના દિવસે ગામના લોકો ભેગા થઇને હનુમાનજી મહારાજને પ્રસાદ ધરે છે. હનુમાનજીના ધામની બાજુમાં એક શંકરનું મંદિર આવેલું છે. પૂનમના દિવસે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે. એવું કહેવાય છે કે સો વર્ષ પહેલાં લોકોએ આ મૂર્તિને બહાર કાઢવા માટે કેટલાક પ્રયત્નો કર્યા પરંતુ તમામ પ્રયત્નો છતાં તેમાં કોઇ જાતની સફળતા મળી નહોતી. તેમણે આ મૂર્તિની આજુબાજુ પાંચ-છ ફૂટ ખોદકામ કર્યું પણ આ મૂર્તિનો છેડો ન આવ્યો.
પછી તેમણે આ મૂતિને સાંકળથી પાડાઓ દ્વારા બહાર ખેંચી પણ આ મૂર્તિ બહાર ન આવી અને સાંકળો તૂટી ગઇ સાથે સાથે પાડા પણ મરી ગયા. એવું કહેવાય છે કે જે લોકોએ આ દુષ્કૃત્ય કરવાના પ્રયત્ન કર્યા હતા તેમનાં ઝૂપડાં પણ સળગી ગયાં. શ્રીફળોના પહાડમાં બિરાજમાન હનુમાનજીના દર્શન કરવા શ્રદ્ધાળુઓ દુર-દુરથી પગપાળા આવે છે. અને સંકટ મોચન હનુમાન દરેકની મનોકામના પૂર્ણ કરી રહ્યાં છે
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @GUJARATI GYAAN નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં દાદા ના પરચા અપરંપાર છે . અત્યાર સુધીમાં આ વીડિયોને લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]