ગોવા ને ટક્કર આપતો આ ગુજરાત નો દરિયા કિનારો બીજા નંબર એ આવે છે, જુઓ તસવીરો….

ગોવા ને ટક્કર આપતો આ ગુજરાત નો દરિયા કિનારો બીજા નંબર એ આવે છે, જુઓ તસવીરો….

દ્વારકાથી 10 કિલોમીટરના અંતરે આવલા શિવરાજપુર બીચને ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ગોવાને પણ ટક્કર મારે એવો શિવરાજપુર બીચ એશિયાનો બીજા નંબરનો બીચ છે. આ બીચનો દરિયાઈકાંઠો લાંબો છે અને ક્રિસ્ટલ ક્લિયર પાણીથી દરિયાઈ જીવસૃષ્ટિનો અનોખો નજારો જોવા મળે છે.

વિશ્વમાં 76 બીચમાં શિવરાજપુર બીચનો સમાવેશ : ચારધામમાં એક ધામ સુપ્રસિદ્ધ દ્વારકા નજીક શિવરાજપુરના સમુદ્રકિનારે વિશાળ અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બ્લુ ફ્લેગ બીચ વિકસ્યો છે. અહીં પર્યટકો વિશ્રામ કરીને દરિયાઈ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે. ભારત સરકાર દ્વારા વર્લ્ડ બેંક પ્રાયોજિત ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ-ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અન્વયે શિવરાજપુરના દરિયાની પસંદગી કરવામાં આવી હતી. વિશ્વમાં 76મા અને એશિયાના બીજા બીચ તરીકે દ્વારકાના શિવરાજપુર બીચની ભારત સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી હતી.

શિવરાજપુર બીચ પર આવેલી વિવિધ સુવિધાઓ : શિવરાજપુર બીચમાં વિશાળ સમુદ્રકિનારો આવેલો છે, સાથે સાથે મનભરીને બોટિંગ, સ્કુબા ડાઇવિંગ, દરિયાના છીંછરા પાણીમાં સ્નાન, હોર્સ રાઇડિંગ, સેન્ડ રિક્ષા ડ્રાઇવિંગ જેવી સુવિધાઓ બીચ પર તૈયાર કરવામાં આવી છે. બીચ પર ટોઇલેટ, બાથરૂમ, જોગિંગ ટ્રેક અને ચેન્જિંગ રૂમ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે સહિતની સુવિધા વિકસાવવામાં આવી છે. વન અને પર્યાવરણ અને ક્લાઇમેન્ટ ચેન્જ મંત્રાલય દ્વારા દ્વારકાના શિજરાજપુરની પસંદગી કરવામાં આવી છે. બીચ ઓથોરિટી દ્વારા માન્ય કરાયેલા માપદંડો અનુસાર, બ્લુ ફ્લેગ બીચ એ આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્ટિફિકેટ છે, જે શિવરાજપુરને આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ બીચ વિકસાવવા મુખ્યમંત્રીએ ટૂરિઝમ વિભાગને આદેશ કર્યો હતો : ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. આટલો લાંબો દરિયાકિનારો હોવા છતાં ગુજરાત પાસે અન્ય રાજ્યોની જેમ બીચ ડેસ્ટિનેશન નથી. ગુજરાતમાં ગોવા કે બાલી જેવા ટૂરિઝમ બીચ નથી કે જેને કારણે પ્રવાસીઓને આકર્ષી શકાય. આટલા લાંબા દરિયાકિનારાનો લાભ લેવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવિધ દરિયાકાંઠાનો અભ્યાસ કરવા અને ક્યાં બીચને વર્લ્ડ ક્લાસ ડેવલપ કરી શકાય એમ છે એનો ડિટેઇલ રિપોર્ટ સોંપવા રાજ્યના ટૂરિઝમ વિભાગને આદેશ કર્યો હતો, જે અંતર્ગત દ્વારકા પાસેના શિવરાજપુરની પસંદગી થઈ હતી, જેથી હવે ગોવાને પણ ટક્કર આપે એ રીતે શિવરાજપુર બીચનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

શિવરાજપુરની પસંદગી પાછળનાં વિશેષ કારણો

-શિવરાજપુરનો દરિયાકાંઠો સુરક્ષિત છે.
-કાંઠાની લંબાઈ વધુ છે.
-ક્રિસ્ટલ ક્લિયર પાણી છે.
-પોલ્યુશન ફ્રી દરિયાકાંઠો છે.

બ્લુ ફ્લેગ બીચનું સર્ટિફિકેટ મેળવવા માટે 32 ક્રાઇટ એરિયા : ગુજરાત ઇકોલોજી કમિશનના અધિકારીએ જણાવ્યું હતું કે બ્લુ ફ્લેગ બીચ એક સર્ટિફાઇડ પ્રોગ્રામ છે, જેમાં નક્કી થાય છે કે બીચ પૂર્ણ રૂપે સાફ અને સુરક્ષિત હોય તથા લોકોને પૂરતી સુવિધા મળી રહે, જેના કુલ 32 ક્રાઇટ એરિયા હોય છે, જે પૂર્ણ થતાં એની દરખાસ્ત મૂકવામાં આવે છે. આ માટે 32 જેટલાં પેરામીટર હોય છે અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ નક્કી કરતી હોય છે. ત્યાર બાદ એ સ્થાનને બ્લુ ફ્લેગ બીચની માન્યતા પ્રાપ્ત થાય છે. બ્લુ ફ્લેગ એ આંતરરાષ્ટ્રીય એનજીઓ છે, જે સંસ્થાના પેરામીટર નક્કી કરે છે કે જે-તે સ્થળ સુરક્ષિત, સુંદર કેવું છે. આ એનજીઓના કુલ 32 પેરામીટર છે, જેના પર ખરા ઊતર્યા બાદ આ એનજીઓમાં દરખાસ્ત મૂકવામાં આવે છે. ચકાસણી બાદ ત્યાં બ્લુ ફ્લેગ લગાડી માન્યતા અપાય છે.

શિવરાજપુર બીચ પર સ્થાનિક રોજગારી વધશે  : દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ આંતરરાષ્ટ્રીય કક્ષાનું જાહેર થતાં દેશ-વિદેશથી બહોળી સંખ્યામાં પર્યટકો આવી પહોંચશે અને સાથે સાથે સ્થાનિક લોકોને રોજગારીની તકો બહોળા પ્રમાણમાં મળશે.

શિવરાજપુર બીચ પર કંઈ રીતે પહોંચી શકાય : દ્વારકાથી શિવરાજપુર આશરે 10 કિમીના અંતરે આવેલું છે અને ઓખાના મુખ્ય માર્ગ પર આવેલું છે. આ બીચ પર જવા માટે દ્વારકાથી ટ્રાવેલ્સ અને છકડામાં જઇ શકાય છે. ઓખાના મુખ્ય હાઇવે પરથી એક કિલોમીટર દૂર સમુદ્રકિનારે બીચ આવેલો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *