ગુજરાતનું મીની કાશ્મીર કહેવાતું પોલો ફોરેસ્ટ ના અદભુત દ્રશ્યો, એકવાર જરૂર મુલાકાત લો…

ગુજરાતનું મીની કાશ્મીર કહેવાતું પોલો ફોરેસ્ટ ના અદભુત દ્રશ્યો, એકવાર જરૂર મુલાકાત લો…

ગુજરાતના મીની કાશ્મીર તરીકે ઓળખાતા સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પોલો ફોરેસ્ટમાં કુદરતના આહલાદક દ્રશ્યો વરસાદ બાદ સામે આવ્યા છે. પોળોનું જંગલ 300 ચોરસ કિલોમીટરની વિશાળ કંદરાઓમાં પથરાયેલું છે. સાબારકાંઠામાં મેઘરાજાના થયેલા આગમન બાદ સોળે કાળે આ વિસ્તાર ખીલી ઉઠયો છે.

ઉલ્લેખનીય છે કે આખા જંગલમાં હરણાવ નદી પણ પ્રવાસીઓ માટે આકર્ષનું મુખ્ય કેન્દ્ર બની છે તો નાના ઝરણા અને જંગલમાંથી વહેતા નીર પક્ષીઓની કિલકારીઓ સાંભળીને લોકોને મિની કશ્મીરમાં આવ્યા હોવાની અનુભૂતી મહેસુસ થઈ રહી છે.

સાબરકાંઠા જીલ્લામાં જન્મેલા કવિ ઉમાશંકર જોશી એ તો પોતાની કવિતાઓમાં પણ પોળોના જંગલને મીની કાશ્મીર તરીકેની ઉપમા આપી છે. ચાલુ વર્ષે મેહુલીયાએ મહેર કરતા સાબરકાંઠા જીલ્લામાં પથરાયેલા અરવલ્લીની ગીરીમાંળાઓમાં જાણે નવું ચૈતન્ય પથરાઈ ગયું છે. અહીંની ધરતીનું રોમે-રોમે પુલિત થઇ ગયું છે. જેનો લાહવો લેવા દૂર-દૂરથી પ્રવાસીઓ અહી આવી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે અમદાવાદથી લગભગ 160 કિલોમીટરના અંતરે આવે પોળોના જંગલો ખુબ જોવા લાયક છે. આ જંગલ ઇડર તાલુકાના વિજયનગર નજીક આવેલ છે. પ્રાચીન પોળો શહેર હરણાવ નદીને કાંઠે વસેલું છે ઇડરના પરિહાર રાજાઓ દ્વારા 10મી સદીમાં આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાનું લોકમુખે સાંભળવા મળે છે ત્યારબાદ મારવાડના રાઠોડ રાજપૂતો દ્વારા 15 મી સદીમાં આ સ્થળ કબજે કરાયું.

આ સ્થળ ગુજરાત અને રાજસ્થાનની બરોબર વચ્ચે આવેલ હોવાથી તેને “દ્વાર”નું પ્રતીક આપવામાં આવ્યું હોવાનું લોકમુખે ચર્ચાય છે. અલ્પ પ્રચલીત આ જંગલમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા પોળો ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં રાજ્ય અને દેશ-વિદેશના મોટા પર્યટકો ઉમટી પડે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *