ગુજરાતમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી, ત્રણ દિવસ બાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થશે…

ગુજરાતમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી, ત્રણ દિવસ બાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થશે…

ખેડૂતો માટે ફરી માઠા સમાચાર છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બેથી ત્રણ દિવસ વરસાદ ઓછો પડવાની આગાહી કરવામાં આવી છે. જે પછી 4થી 5 મેના રોજ વધુ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદી માહોલ રહેશે. જામનગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ સક્રિય થતાં કમોસમી વરસાદ વરસશે. આગામી ત્રણ દિવસ બાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. છેલ્લા બે મહિનામાં સાત વખત માવઠાનો માર ખેડૂતોએ સહન કરવો પડ્યો છે. ત્યારે વધુ એક વખત ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

બીજી તરફ આગાહી અનુસાર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કચ્છ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો. કચ્છ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ખાસ કરીને કચ્છમાં માંડવીના જામથડા, દશરડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે અલગ અલગ સ્થળોએ પાણી ભરાઇ ગયા છે. ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે.

અમરેલી જિલ્લામા સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે. અમરેલીના ધારી શહેર તેમજ ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ધારી, ગોપાલગ્રામ, ચલાલા, મીઠાપુર ખીચા, સરસીયા સહીતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા ફેલાઇ છે. ધારી, ચલાલા અને સાવરકુંડલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *