ગુજરાતનું અનોખું ગામ કે જ્યાં ઘરને બારણા કે દરવાજા નથી, તો પણ ક્યારેય નથી થતી ચોરી
મહારાષ્ટ માં આવેલા શનિદેવના શિંગડાપુર ગામમાં તાળાં મારવામાં નથી આવતાં તેના વિશે તો સૌએ જાણ્યું હશે, પરંતુ ગુજરાતમાં પણ એક એવું ગામ છે જ્યાં ઘરમાં મુખ્ય દરવાજા જ નથી. રાજકોટ થી અમદાવાદ હાઈ વે પર આવેલુ સાતડા ગામના એક પણ ઘરમાં દરવાજા નથી છતાં પણ ગામમાં ક્યારેય ચોરી થતી નથી!
ગુજરાત ના રાજકોટથી 35 કિલોમીટર દૂર આવેલા સાતડા ગામમાં કોઈ ઘરે મુખ્ય દરવાજો જોવા નથી મળતો. ગામ નજીક ભૈરવદાદાનું મંદિર આવેલું જે તમામ ગ્રામજનો માટે આસ્થાનું પ્રતીક છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, એ ભૈરવદાદા જ ગામની રક્ષા કરે છે. જેથી ગામમાં દરવાજા ન હોવા છતાં ક્યારેય ચોરીની ઘટના બનતી નથી.
આ ગામમાં જ ચોરી થતી નથી તે ઉપરાંત બહારથી ચોરી કરીને આવનાર પણ ગામમાં પ્રવેશી શક્તા નથી. સ્થાનિકોનું કહેવું છે કે, થોડા સમય પહેલા બીજા ગામમાંથી ભેંસની ચોરી કરીને બહારથી તસ્કરો સાતડા ગામમાં પ્રવેશ્યા હતા. બાદમાં તુરંત જ તે પકડાઈ ગયાં હતા. જેથી હવે બહારથી ચોરી કરીને પણ કોઈ પ્રવેશતું નથી.
અહીંયા વડવાઓ વખતથી દરવાજા વિનાના મકાનો છે. નાની ઝૂંપડી હોય કે પછી આલિશાન બંગલો ક્યાંય પણ મુખ્ય દરવાજો જોવા મળતો નથી. ગામના 200 જેટલા મકાનો ખુલ્લા જોવા મળે છે. ગામમાં હવે જે નવા મકાનો બને તેમાં પણ દરવાજા નાખવામાં નથી આવતાં.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો ”Man Mandir ” નામના યુ-ટ્યુબ ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં ગામ નો અનોખો ઇતિહાસ છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજાર થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]