હજારો દીકરીઓ ના ‘પિતા’ મહેશ સવાણી ની તેમની દીકરીઓ સાથે ની ભાવુક તસવીરો …

હજારો દીકરીઓ ના ‘પિતા’ મહેશ સવાણી ની તેમની દીકરીઓ સાથે ની ભાવુક તસવીરો …

આજે એક એવા વ્યક્તિની વાત કરવી છે કે જે એક બે નહીં પરંતુ, 4874 દીકરીઓના પિતા છે. આ વાત પર કદાચ કોઈને તો પહેલા વિશ્વાસ નહીં થાય પણ 4874 દીકરીઓના પિતા સુરતમાં રહે છે અને તેમનું નામ છે મહેશ સવાણી. મહેશ સવાણીએ પિતાની છત્રછાયા ગુમાવી 4874 દીકરીઓના લગ્ન કરાવીને તેમને સાસરે વળાવી છે. જે રીતે સગા પિતા પોતાની લાડલી દીકરીનું ધ્યાન રાખે તેમ મહેશ સવાણી તમામ દીકરીઓનું ધ્યાન રાખે છે.

મહેશ સવાણીએ દિવ્ય ભાસ્કર સાથે ના ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, મારે વધુમાં વધુ દીકરીઓને પરણાવવી છે. મારી પાસે અંબાણી અને અદાણી જેટલા રૂપિયા હોત તો હું આખા ગુજરાતની તમામ દીકરીઓના લગ્ન કરાવત. તો બીજી તરફ દીકરીઓ મહેશ સવાણીને વર્લ્ડના બેસ્ટ પપ્પા કહીને બોલાવે છે.

મહેશભાઈ સવાણી માટે કોઈ પણ સ્ત્રી ભગવાનનું રૂપ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ મહેશભાઈ સવાણી આજે પણ ઘરની બહાર જાય તો તેમની બંને પુત્રવધૂના ચરણસ્પર્શ કરીને નીકળે છે. પોતાના દીકરા મોહિતના લગ્નમાં પણ તેમણે બધા મહેમાનોની હાજરીમાં નવપરિણીત પુત્રવધૂના ચરણસ્પર્શ કર્યા હતા.

આ અંગે તેમણે જણાવ્યું હતું, ‘મેં મારી પુત્રવધૂને કોઈ દિવસ પુત્રવધૂ કહી નથી. દરરોજ ઘરેથી નીકળું તો મારી બંને દીકરીઓ એટલે કે મારા બંને દીકરા મિતુલ અને મોહિતની પત્ની જાનકી અને આયુષીને પગે લાગીને નીકળું છું, કેમ કે હું એમને જ ભગવાન માનું છું. જગત જનની એ જ છે. એ મારો વંશ પણ આગળ વધારવાની છે. એ બંને મારી દીકરીઓ જ છે. બંને દીકરીઓ મારી સ્કૂલ સંભાળે છે. દીકરાઓ બિઝનેસમાં છે અને સોશિયલ પ્રોગ્રામ હોય ત્યારે પણ જવાબદારી નિભાવતા હોય છે. સમૂહલગ્નમાં જે દીકરીઓ પરણવાની હોય તેની શોપિંગની જવાબદારી પણ નિભાવે છે.’

મહેશભાઈ કહે છે, ‘મારા ફાધર એક જ વસ્તુ કહેતા કે પૈસા કમાતા પહેલા પૈસા વાપરતા શીખો. કમાવો છો એના કરતાં કઈ જગ્યાએ વાપરો છો એ મહત્ત્વનું છે. એટલે અમારા પરિવારમાં આ સંસ્કારો તો માં-બાપમાંથી મળ્યા છે. અમે ભણતાં હતાં ત્યારથી મારા ફાધરના સોશિયલ કામ રહેતા હતા.

મારૂં ફેમિલી મારા સપોર્ટમાં હોય છે. મારા ફાધરે આજથી ત્રીસ વર્ષ પહેલા મારા લગ્ન સમૂહમાં કર્યા હતા. અમે ચાર ભાઈ-બહેન છીએ તેમના પણ લગ્ન સમૂહમાં કર્યા હતા. મે મારા બે દીકરાઓ મિતુલ અને મોહિતના લગ્ન પણ સમૂહ કર્યા હતા. આવતા વર્ષે મારા ભાઈના બે દીકરાઓના લગ્ન પણ સમુહમાં જ કરીશું. અમે ખોટા દંભ કે દેખાડામાં માનતા નથી. રૂપિયો સારી જગ્યાએ વપરાય અને વાપરેલા રૂપિયથી બીજા લોકોને પણ લાભ મળે એ વધારે અગત્યનું છે.’ મહેશભાઈએ જણાવ્યું હતું, ‘મેં મારા દીકરાના લગ્ન સમૂહમાં કર્યા ત્યારે એવું પ્લાનિંગ કર્યું હતું કે એક પ્રોગ્રામ આપણે VVIP મહેમાનો માટે કરીએ. એટલે સંગીત સંધ્યા રાખીએ.

આ વખતે મારા દીકરાએ મને સામેથી કહ્યું કે આપણે પ્રોગ્રામ અલગથી કરીએ તો દીકરીઓને ખરાબ ન લાગે? તો આપણે આ પ્રોગ્રામ ન કરવો જોઈએ. આ નિર્ણય મારા દીકરાનો હતો. અમારા પરિવારમાં ત્રણ ભાઈના છ દીકરા દીકરી છે એમાંથી કોઈ પણ નથી કહેતું કે અમારે ધામધૂમથી કે ડેસ્ટિનેશન વેડિંગ કરવા છે.’ મહેશભાઈ એચઆઇવી પીડિત નિરાધાર દીકરીઓ માટે પોતાનું લક્ઝુરિયસ ફાર્મ હાઉસ ખોલી નાખ્યું હતું. તેમના ફાર્મ હાઉસમાં 71 એચઆઈવી પીડિત દીકરીઓ રહે છે. આ ઉપરાંત મહેશભાઈ સિનિયર સિટીઝન અને વિધવા બહેનોને જાત્રા પણ કરાવે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *