આગામી 5 દિવસ સમગ્ર રાજ્યને ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે કરી આગાહી

આગામી 5 દિવસ સમગ્ર રાજ્યને ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં ચોમાસુ જામ્યુ છે. સમગ્ર રાજ્યમાં સામાન્યથી ધોધમાર વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળી દીધુ છે. તો હવામાન વિભાગેહજુ પણ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારે રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે NDRFની તહેનાત કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી કરી છે, આગામી 5 દિવસ રાજ્યભરમાં સારો વરસાદ વરસશે. જેમા 7 અને 8 તારીખે અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં દબાણ સર્જાવાના કારણે વાતાવરણમાં તેની અસર જોવા મળી રહી છે

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ

મહત્વનું છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 4 ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં હજુ પણ 34 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

જસદણના ડોડીયાળા ગામમાં ધોધમાર વરસાદના પગલે નદીમાં પૂર આવ્યું હતું. તો સુરેન્દ્રનગરમાં પણ સાંબેલાધાર વરસાદના પગલે બજારોમાં પાણી ભરાયા હતા. આ તરફ બોટાદ અને ભાવનગરમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ત્યારે હવે વરસાદને પગલે ગુજરાતના વિવિધ વિસ્તારમાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે.

ગુજરાતમાં રાજકોટમાં 3 અને સુરત-પાલનપુરમાં NDRFની એક-એક ટીમ તહેનાત કરવામાં આવી છે. તો 3 ટીમમાં કુલ 75 જેટલા જવાનો રાજકોટ પહોંચ્યા છે. આ તમામ જવાનોને ઘંટેશ્વર SRP કેમ્પ ખાતે જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં વરસાદની આફત વચ્ચે NDRFની આ ટીમને મોકલવામાં આવશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *