એક રહસ્યમય હિંગળાજ માતાજીની સુતેલી મૂર્તિ, ચપટી વગાડતા દુઃખ થાય છે દૂર
ચોટીલા પંથકના ઠાંગા વિસ્તારમાં આવેલી અમર ગુફામાં હિંગળાજ માતાજી બિરાજમાન છે. લોકવાયકા મુજબ મહાત્મા માયાગીરીજી બલુચિસ્તાનમાં યાત્રાએ ગયા ત્યારે તેઓએ તપસ્યા કરતા માતાજી પ્રસન્ન થયા હતા. આથી મહાત્માજીએ ઠાંગા વિસ્તારમાં બેસવા માટે માતાજીને આહવાન કરતા દેવદિવાળીના દિવસે માતાજી પ્રાગટ્ય થયા હતા. ઠાંગાના પર્વતે બિરાજમાન હિંગળાજ માતાજીનું મુખ્ય સ્થાન મકરાણ પ્રદેશ એટલે કે હાલના પાકિસ્તાનનાં બલુચિસ્તાનના દુર્ગમ પર્વતોમાં છે.
આ મંદિર કાળાસર ગામમાં આવેલી છે. આ મંદિર હિંગળાજ માતાનું છે. આ મંદિર પહાડ પર આવેલું છે. તેના માટે થોડા પગથિયાં ચઢવા પડે છે અને આ મંદિરમાં હિંગળાજ માતાની રહસ્યમઈ મૂર્તિ આવેલી છે. આ મંદિરની આજુ બાજુ એવું કુદરતી સૌન્દરીય આવેલું છે કે જેને જોઈને તમે પણ મંત્ર મુગ્ધ થઇ જશો.
મોટા ભાગના મંદિરમાં આપણે ઉભી કે બેઠેલી મૂર્તિ જોતા હશું પણ આ મંદિરમાં હિંગળાજ માતની મૂર્તિ સુતેલી છે. માનવામાં આવે છે કે આ મૂર્તિ સ્વયંમભૂ છે. તેમને પાસે રાખેલું ત્રિશુલ પણ સ્વયંમભૂ પ્રગટેલું માનવામાં આવે છે. આ મંદિર ચોટીલાથી 15 કિલોમીટર દૂર કાળાસર ગામે આવેલું છે.
આ મંદિર ખુબજ પ્રાચીન છે. માન્યતા છે કે આ મંદિરમાં આવતા દરેક ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આ પહાડ પર હિંગળાજ માતાની મૂર્તિ સુતેલી મુદ્રામાં પ્રગટ થઇ હતી. આ મૂર્તિએ મંદિર ને એક વિશેષ મહત્વ આપ્યું છે. જે લોકો પણ ચોટીલા આવે છે. તેમને ફરજીયાત આ સ્થળની મુલાકાત લેવી જોઈએ. જો તમારું જીવન તકલીફોથી ભરેલું હોય તો આ મંદિરમાં આવીને માતાના દર્શન કરીને જાઓ. બધાજ દુઃખ દૂર થઇ જશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]