ઈડરિયા ગઢ નો ઇતિહાશ, જાણો કેવો હતો રૂઢિ રાની નો મહેલ, જુઓ વિડિઓ
ઇડર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઇશાન ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. અમદાવાદથી ૧૨૦ કિ.મી. ઉત્તરે આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વસેલું નગર છે. શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન 9 સે. રહે છે, ઉનાળામાં સૂકી હવા તાપમાનમાં વધારો કરે છે જેના કારણે ઉનાળામાં મહત્તમ તાપમાન 52 સે. સુધી પહોંચી જાય છે. સામાન્ય રીતે અહીં વિષમ આબોહવા હોય છે.
સમુદ્રની સપાટીથી 195 મીટર એટલે કે 639 ફીટની ઉંચાઈએ આવેલ ઈડરના ગઢ અનેક પ્રાચીન સ્થાપત્યોને જાળવીને બેઠા છે. ગઢની અંદર જ આવેલ ઝરણેશ્વર મહાદેવ પર ધોમધખતા ઉનાળામાં પણ શીતલ જળનો કુદરતી અભિષેક થતો હોય છે. વિશાલ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગનાં દર્શન થાય છે. તો રાજ મહેલ, મહાકાલી મંદિર, રૂઠી રાણીનું માળિયું, નવ ગજાપીર, પાંચ મુખી હનુમાનજી મંદિર સહીત અનેક પ્રાચીન મંદિરો અહી આવેલા છે.
ઇડરનુ પ્રાચિન નામ ઇલ્વદુર્ગ હતુ, જેનો અર્થ ઇલ્વનો કિલ્લો થાય છે. અપભ્રંશ થઇને તે ઇડર નામ મળેલ છે. ઇડર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઇશાન ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. અમદાવાદથી ૧૨૦ કિ.મી. ઉત્તરે આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વસેલું નગર છે.
ઇડરના નામનો ઇતિહાસ પણ ખુબ જ અટપટો છે. એવું કહેવાય છે કેટલીક લોકવાયકાઓ છે કે, વર્ષો પહેલાં અહીંયા પર્વતો પર બે દુષ્ટ આત્માઓ રહેતી હતી જેમનું નામ હતું ઇલ્વા અને દુર્ગ. તેથી લોકોએ એવું કહેવાનું ચાલું કર્યું કે અહીં ડર છે. એટલે અહીં ડરને અભ્રંશ કરી નાખતા આજે આ શહેર ઇડર નામથી પ્રખ્યાત છે.
ઈલ્વ-દુર્ગ તરીકે ઓળખાતા ઇડરના નામનો ઈતિહાસ પણ અટપટો છે. કહેવાય છે કે અહી આવેલા પર્વત પર ઈલ્વા અને દુર્ગ નામની બે દુષ્ટાત્માઓ રહેતી. તેમના નમ પરથી ઈલ્વદુર્ગ નમ પડ્યું એવું કહેવાય છે. સંસ્કૃતમાં ઈલ્વનો અર્થ થાય છે કિલ્લો અને દુર્ગનો અર્થ થાય છે મુશ્કેલ. જે કિલ્લાને જીતવો અશક્ય હોય એ ઈલ્વદુર્ગ અને આ ઈલ્વ દુર્ગનું સમયાન્તરે અપભ્રંશ થયું ઇડર. એક લોકવાયકા પ્રમાણે ઈસ્વીસન ૨૭૪૨ પૂર્વે મહાભારત કાળમાં હસ્તિનાપુરમાં રાજા દુર્યોધન રાજ કરતા ત્યારે ઈલ્વ દુર્ગની ગાદી પર વેણી વચ્છરાજ રાજ કરતો.
વેણી વચ્છરાજાનાં માતા જ્યારે સગર્ભા હતા ત્યારે ગરજ નામનો પક્ષીરાજ તેમને ઈડરના ડુંગરોમાં લાવેલો. અને અહી જ વેણી વચ્છરાજનો જન્મ થયેલો. મોટો થયા બાદ તેના વિવાહ એક નાગ કન્યા સાથે થયા હતા અને તેણે પાતાળલોકમાં સમાધિ લીધી હતી. એની યાદમાં આજે પણ વેણી વચ્છરાજ ડુંગર આવેલો છે. અહીના એક કુંડમાં હિમાલયમાં જ થતી ટાઢોળી નામની દુર્લભ વનસ્પતિ થાય છે.
જુઓ વિડિઓ :
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Rocky Bhai નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં આ ગઢ એ બધા ના મન મોહી લીધા છે . અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખ થી વધુ લોકોએ લાઈક કર્યો છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]