જ્યારે જેસલ તોરલ ની સમાધિ ભેગી થશે તો શું દુનિયાનો આવી જશે અંત જાણો…
ભુજથી માત્ર ૪૦ કિ.મી.ના અંતરે અંજાર નામે એક ગામ આવેલું છે જ્યાં પહેલાના જમાનામાં થઈ ગયેલ સતી તોરલ અને લુંટારો બાદમાં સાધુ બનેલ જેસલની સમાધિ આવેલી છે. આ ગામનું નામ પહેલાં અંજેપાળ હતું પરંતુ સમયના વહાણની સાથે તેનું નામ બદલાઈને અંજાર થઈ ગયું. કચ્છની ધરતી ખુબ જ સાહસી અને શુરવીરોથી ભરેલી છે. ત્યાં ખુબ મહાન સંતો પણ થઈ ગયાં. અને મહાન કવિઓ પણ થઈ ગયાં.
ગુજરાતમાં એવા કોઈ વ્યક્તિ નહીં હશે જે જેસલ તોરલને નહીં જાણતા હોય દરેક ગુજરાતીઓને જેસલ તોરલ વિશે સંપૂર્ણ માહિતી હશે પરંતુ ઘણા લોકો એમના વિશે નહીં જાણતા હોય એટલા માટે આજના આ લેખમાં વાત કરવાના છીએ કચ્છના અંજારમાં આવેલ જેસલ તોરલની સમાધિ વિશે મિત્રો એવું સાંભળવામાં આવી રહ્યું છે કે જ્યારે આ બને સમાધિ જેસલ અને તોરલની સમાધિ ભેગી થઈ જશે.
ત્યારે દુનિયાનો અંત થઈ જશે એ વાત એકદમ સાચી છે અને તમે પણ હજુ સુધી કચ્છમાં આવેલ અંજારમાં આ સમાધિની મુલાકાત લીધી ના હોય તો જરૂર લેજો તમને પણ સચ્ચાઈ વિશે ખબર પડી જશે મિત્રો જેસલ અને તોરલની સમાધિ ઘઉંના દાણા જેટલી રોજ આગળ વધી રહી છે અને ક્યારે બને સમાધિ ભેગી થશે તેમાં શુ થશે.જે તમે વિચારી પણ નહીં શકો અને આ સમાધિ બને ક્યારે ભેગી થશે એની પણ સંપૂર્ણ માહિતી આજના વિડીઓમાં જાણવા જઈ રહ્યા છીએ એ વિડીઓના અંત સુધી જરૂર નિહાળજો તમને પણ ખબર પડે કે આ બને સમાધિ ભેગી થશે મિત્રો વાત એવી છે કે જેસલ જાડેજાની આખા કચ્છમાં ડર હતો લોકોના એમના નામથી જ થરથર કાપતા હતા.
તેવું જ એક નામ છે જેસલ-તોરલ. કહેવાય છે કે 14 મી સદીના મધ્યભાગમાં તેઓ થઈ ગયાં. ધરતીનો કાળો નાગ ગણાતો જેસલ મારધાડ, માણસોને મારવા, લૂંટફાટ કરવી, કુવરી જાનને લુંટી લેવી, ખેતરોનો પાક લણી લેવો, ઢોર- ઢાંખરને ઉપાડીને લઈ જવા આ બધી જ બાબતો તેને માટે સામાન્ય હતી. જેસલને એક વખત જે વસ્તુ પસંદ આવે તેને મેળવીને તે જંપતો હતો.
કાઠિયાવાડમાં સલડી ગામના સાંસતિયાજીની તોરી નામની ઘોડી અને તેની પત્ની તોરલના લોકો ખુબ જ વખાણ કરતાં હતાં. આ વાત જેસલને કાને પડતાં તેણે તેને મેળવવાનો નિશ્ચય કર્યો. તે લાગ જોઈને બેઠો હતો. એક વખત સાંસતિયાજીના ઘરે ભજન હતાં બસ આ વાતની તક ઉઠાવીને તે રાત્રે પહોચી ગયો તેમના ઘોડારમાં. અજાણ્યા માણસનો અવાજ સાંભળી તેમની ઘોડીએ ખીલેથી રાસને તોડી દિધી અને ભગત પાસે જઈને ઉભી રહી. ભગતે પાછી તેને લાવીને ખીલે જડી દિધી તે વખતે ખીલાની સાથે જેસલો હાથ પણ જડાઈ ગયો પરંતુ તેને જરા પણ અવાજ ન કર્યો.
સવારે જ્યારે પ્રસાદ વહેચાયો ત્યારે એક જણનો પ્રસાદ વધ્યો. તે વખતે કોઈ પણ માપ વિના પ્રસાદ બનાવવામાં આવતો હતો અને ત્યાં જેટલા લોકો હોય તેમને પુરો પડતો હતો ન જરાયે વધતો કે ન ઘટતો. ભગત ચિંતામાં પડી ગયાં. ઘોડીનો અવાજ સાંભળીને તે ઘોડાર પાસે ગયાં અને જોયું તો જેસલનો હાથ ખીલાની સાથે જડાયેલો હતો. તેમણે જેસલની બહાદુરીના વખાણ કરીને મુક્ત કર્યો અને પ્રસાદ આપ્યો.
જેસલે તેમની પાસે તેમની ઘોડી અને પત્નીની માંગ કરી તો ભગતે કહ્યું કે જો તું ધર્મનો રસ્તો સ્વીકારે તો હુ તારી માંગણી પુરી કરવા માટે તૈયાર છું. જેસલે આ વાતનો સ્વીકાર કર્યો અને તેમની ઘોડી અને તેમની પત્નીને લઈને ત્યાંથી ચાલ્યો. રસ્તામાં દરિયો પાર કરવાનો હતો. નાવની અંદર બેસતાની સાથે જ ભયંકર વાવાઝોડુ શરૂ થઈ ગયું અને નાવ હાલક-ડોલક થવા લાગી. સતી તોરલે તે વખતે જેસલને તેણે કરેલા પાપ યાદ દેવડાવ્યાં અને તેને જીવનનું રહસ્ય સમજાવ્યું. જેસલને તેનું જ્ઞાત થતાં તેણે પાપમો માર્ગ છોડીને ભક્તિનો માર્ગ અપનાવ્યો.
વિડિઓ જુઓ:
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)
[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]