ખજૂર ભાઈના ઘરે પહોંચી ફેમસ ગાયિકા કિંજલ દવે, મસ્તીના મૂડમાં દેખાયા…

ખજૂર ભાઈના ઘરે પહોંચી ફેમસ ગાયિકા કિંજલ દવે, મસ્તીના મૂડમાં દેખાયા…

સોશિયલ મીડિયા પર જાણીતા ખજૂરભાઈના ઘરે ગુજરાતની ફેમસ ગાયિકા કિંજલ દવે પહોંચી હતી. તેઓની મુલાકાતના આ ફોટોગ્રાફ્સ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ મુલાકાત દરમિયાન ખજૂરભાઈ અને કિંજલ દવે આનંદથી વાતો કરતા જોવા મળ્યા હતા. આ ફોટોગ્રાફ્સ શેર કરતા ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીએ લખ્યું કે, મારી બહેન કિંજલ દવે અને તેનો પરિવાર મારા ઘરે આવ્યો હતો. હવે તે મારી સાળી બની ગઈ છે.

સાવ નાની વયથી મ્યૂઝિકમાં કરિયરની શરૂઆત કરનારી કિંજલ દવેને આમ તો હવે ઓળખની કોઈ જરૂર નથી. ખાસ કરીને તેનું ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીત ગાયા બાદ તો તેની પોપ્યુલારિટીમાં જબરદસ્ત વધારો થયો અને વિદેશમાં પણ તેના લાખો ફેન્સ બની ગયા.

માત્ર ગુજરાતમાં જ નહીં અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ જ્યારે તે ગરબા ઈવેન્ટ કે લોકડાયરો કરે છે ત્યારે દરેક શો હાઉસફુલ જાય છે અને ત્યાંના લોકો તેના પર ખૂબ પ્રેમ વરસાવે છે. કિંજલ દવે 24 વર્ષની થઈ ગઈ છે.

પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખજૂરભાઈએ શેર કરેલી પોસ્ટના ફોટોમાં જોઈ શકાય છે કે આ બંને કલાકારો એકબીજા સાથે ઊભા છે. અન્ય એક ફોટોમાં કિંજલ દવે ખજૂરભાઈના આર્શીવાદ લે છે, જ્યારે અન્ય એક ફોટોમાં ખજૂરભાઈ પણ કિંજલ દવેના આશીર્વાદ લે છે.

આ રીતે મજાક મસ્તી કરતા તેમના ફોટો હાલ ખજૂરભાઈએ પોસ્ટ કર્યા બાદ વાયરલ થઈ રહ્યા છે. આ સાથે જ અન્ય ફોટોમાં ખજૂરભાઈ કિંજલ દવેના પિતા સાથે જોવા મળે છે.

નોંધનીય છે કે ખજૂરભાઈની થોડા સમય પહેલા જ સગાઈ થઈ છે. જેના ફોટો પણ ખજૂરભાઈએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ખજૂરભાઈ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પરથી એવું લાગી રહ્યું છે કે કિંજલ દવે સાથે તેના પારિવારીક સંબંધો હોઈ શકે છે.

જો કે, હાલ તો આ બંને કલાકારોના ફોટો ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ખજૂરભાઈ તેમજ કિંજલ દવેના પરિવારની આ શુભેચ્છા મુલાકાતને અઢળક પ્રેમ પણ આપી રહ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ]

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *